<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે ક્યોર ઇન્ટરનેશનલ અને અત્રેની સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ ક્લ્બફૂટ ડે ની ઉજવણી

ડૉ ઇગ્નસીઓ પોન્સેટીનો જન્મદિવસને વર્લ્ડ ક્લ્બફૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ : આ દિવસ ડૉ ઇગ્નસીઓ પોન્સેટીનો જન્મદિવસને વર્લ્ડ ક્લ્બફૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે.

ઉજવણીના ભાગરૂપે સવારે ક્લબફૂટ સાથે જન્મેલા બાળકો તેઓના વાલીઓ અને ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના નિયામક્ ડો.પીયુષ મિત્તલ તથા અત્રેની સંસ્થા ખાતેના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને અલગ અલગ વિભાગના વડાઓ હાજર રહ્યા સાથે ક્યોર ઇન્ટરનેશનલ NGO ઓના પણ પ્રતિનિધીઓ હાજર રહ્યા સવારે ૦૯:૩૦ ક્લાકે ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના મા એક રેલીનુ આયોજન કરવામા આવેલ જેમા નવા જન્મેલા બાળકો તેમના વાલીઓ અને સાજા થયેલા બાળકો અને તેમના વાલીઓ સાથે એક રેલી નિકાળવામા આવેલી જેની શરૂઆત નિયામક્ ડો.પીયુષ મિત્તલદ્વારા કરવામા આવેલી આ રેલી કેમ્પસમા અવેરનેશની કામગીરી પતાવ્યા બાદ ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના હોલ મા પુર્ણ થયેલ તમામ દર્દીઓ અને તેના વાલીઓ સાથે એક સેમીનારનુ આયોજન કરવામા આવેલુ જેમા વધુને વધુ લોકોમા આ વિશેષ જાગૃતી ફેલાય આવા બાળકો શોધાય અને શોધાયેલા બાળકોને આવી વિના મુલ્યે કોઇ પણ પ્રકારની સર્જરી સિવાયની સારવાર મળી રહે તથા બાળક એક નોર્મલ બાળક જેવુ જ જીવન જીવે એ પ્રકારે સંસ્થાના નિયામક દ્વારા વક્તવ્ય આપવામા આવ્યુ ત્યાર બાદ વર્લ્ડ ક્લ્બફૂટ ડેની ઉજવણીના ભાગ રૂપે દર્દીઓ સાથે કેકનુ કટીંગ કરવામા આવ્યુ અને દર્દીઓ અને વાલીઓને ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે ઉપલબ્ધ અલગ અલગ સેવાઓ અને ખાસ પ્રકારની ઓ.પી.ડી શરૂ કરવામા આવી છે તે અંગે પણ જાણ કરવામા આવી.

ક્યોર ઇન્ટરનેશનલ સંસ્થાએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ સાથે કામ કરતી એક સંસ્થા છે જે ૨૦૧૪ના  વર્ષથી આ ક્લબફૂટની ઓળખ અને તેની તપાસ અને સરળ સારવાર સાથે સંકળાયેલા પ્રોગ્રામ માનુ કામ કરે છે અત્યાર સુધીમા ગુજરાતના ૩૩ માંથી ૨૭ જીલ્લા મા ક્યોર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા જીલ્લા કક્ષાએ ક્લીનીક શરૂ કરવામા આવ્યા છે અને ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટએ આ ક્લબફૂટ પ્રોગ્રામ માટેની એક નોડલ  સંસ્થા છે ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે અત્યાર સુધી મા ૮૭૯ રીફર કરવામા આવ્યા છે અને તપાસવામા આવ્યા છે અને તેની સારવાર કરવામા આવે છે આમ ગુજરતના કુલ બાળકો ની વાત કરીએ તો અત્યાર સુધીમા ૨૭ જીલ્લા માંથી કુલ ૮૭૨૪ જેટલા આવા ક્લબફૂટ સાથે જન્મેલા બાળકો ઓળખી કાઢવામા આવ્યા છે  અને તેમને જીલ્લા કક્ષાએ રીફર કરી અને સમાજમા પાછા એમની આ ડિફોરમીટી સાજી કરી અને ફરી થી એમને નોર્મલ જીવન જીવવા માટે આ સારવાર આપવામા આવેલ છે આમ ક્લબ ફૂટનો ઇલાજ શક્ય છે વિના મુલ્યે એ સારવાર સરકારી તમામ હોસ્પીટલોમા ઉપલબ્ધ છે અને વધુજો સારવારની જરૂરીયાત લાગે તો ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આ સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ છે

(8:10 PM IST)