તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
મધર ડેરીએ દૂધની કિંમતમાં લિટરે ૨ રૃપિયાનો વધારો કર્યો
અમૂલ પછી મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યાઃરવિવારે અમૂલ દૂધની કિંમતમાં વધારો નોંધાયો છે

અમદાવાદ, તા.૩
સામાન્ય માણસોને મોંઘવારી ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમૂલ દૂધની કિંમતમાં વધારો નોંધાયો છે. આ વધારા પછી મધર ડેરીએ પણ તેના ભાવમાં વધારો કર્યો છે. બંને કંપનીઓએ પોતાના દૂધની કિંમતમાં ૨ રૃપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ વધી ગયું. આમ માનવીની જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંની એક જેના વગર તેના દિવસની શરૃઆતજ ના થાય તે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધના ભાવ વધારાની સાથે અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલની સાથે સાથે અમૂલ દહીની કિમતમાં પણ વધારો કરવાં આવ્યો છે.
મોંઘવારીથી આમ જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે તેમાં બાકી હતું તો દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો જનતાની પરેશાનીમાં વધારો થયો . એક પછી એક જો બધી જ વસ્તુઓના ભાવ વધવા લાગશે તો સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઊભો થઈ જશે.
અમૂલ ભારતના ઘર-ઘરમાં ઓળખાતું નામ છે. આ ભારતની સુપર બ્રાન્ડ્સમાંની એક છે. એટલું જ નહીં, ભારતમાં 'શ્વેત ક્રાંતિ' લાવવામાં અમૂલનો મોટો ફાળો છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી કો ઓપરેટીવનો ફેલાવો થયો અને તેના કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો પણ નંખાયો. ઘર ઘરમાં અમુલનું દૂધ પહોચે છે પરંતુ આ દૂધના વધતા જતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે. બજેટ ખોરવાઇ રહ્યુ છે. જેને પગલે હવે ઘેર ઘેર દૂધ પહોંચાડનાર દૂધવાળા ભૈયાઓ, નાની ડેરીઓ પણ દૂધના અને દૂધની બનાવટોમાં ભાવમાં વધારો જૉવા મળશે.
અમૂલનું દૂધ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા સુધી પહોચે છે. તાજેતરમાં જ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની ૧૦૮ વર્ષ જૂની ડેરી મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન' સાથે તાજેતરમાં કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
