તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
બ્રેક માર્યા વગર સતત ૧૨ કલાક સાયકલ ચલાવી પિતા-પુત્રએ સર્જ્યો અનોખો રેકોર્ડ
નવસારીમાં સાયકલ દિવસની અનોખી ઉજવણી

નવસારી,તા.૪ : દર વર્ષે ૩ જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગળત કરવાનો છે. ત્યારે નવસારીનાં પિતા-પુત્રની જોડીએ આખી રાત બ્રેક માર્યા વગર સતત ૧૨ કલાક સાયકલ ચલાવીને ૨૫૦ km અંતર કાપીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
૫૯ વર્ષના બોમી જાગીરદાર નવસારીની એક ખાનગી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવીને નિવળત્ત થયા છે. છતાં તેમનો સ્ટેમિના અને સ્ફૂર્તિ યુવાનોને શરમાવે તેવી છે. તેઓ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સાયકલ ચલાવે છે. તેઓ સાયકલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી ૪૦૦૦ કિમીનો પ્રવાસ કરી ચૂકયા છે. આજના વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે તેમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
બોમી જાગીરદાર અને તેમના પુત્ર એ વિશ્વ સાયકલ દિવસની પૂર્વ રાત્રિએ બ્રેક માર્યા વગર સતત ૧૨ કલાક સાયકલ ચલાવીને અંદાજિત ૨૫૦ કિમીનું અંતર કાપ્યું હતું. આ રીતે તેમણે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી હતી. બોણી જાગીરદારે Local ૧૮ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૫-૩૦ વર્ષથી સાયકલ ચલાવું છું. અત્યાર સુધી મેં ચાર હજાર કરતાં વધારે કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપ્યું છે. નવસારીમાં મારી સાયકલ સૌથી મોંઘી છે.
યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, -ાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથોસાથ રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતી અંગે જાગળતિ લાવવાનો પણ તેનો હેતુ છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
