તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
સવારે ૧૦.૧૭ મિનિટે
ગુજરાતમાં એક બેઠક ઉપર ફરી કોંગ્રેસ આગળ, પાટણથી કોંગ્રેસના ચંદનજી ૯૦૦૦ મતથી આગળ છે, જ્યારે જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ ૨૬,૦૦૦ મતથી આગળ છે, ગાંધીનગરમાં અમિતભાઈ શાહ ત્રણ લાખ મતથી આગળ છે..

ગાંધીનગર વલસાડ છોટાઉદેપુર રાજકોટ અને પંચમહાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ૧ લાખથી વધુ મતે આગળ છે
મહારાષ્ટ્રમાં ભાજપનો એનડીએ મોરચો ૨૪ બેઠક ઉપર જ્યારે કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન ૨૨ બેઠક ઉપર આગળ છે
જમ્મુ કાશ્મીરની પાંચમાંથી બે બેઠક ઉપર કોંગ્રેસ, બે માં ભાજપ અને અન્ય પક્ષ એક ઉપર આગળ છે
મધ્યપ્રદેશની તમામ ૨૯ બેઠક ઉપર ભાજપ હવે આગળ નીકળી ગયું છે
હિમાચલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તમામ છ બેઠકો ઉપર આગળ છે
સવારે ૧૦.૧૯ વાગ્યે દેશની 543 બેઠકમાંથી ભાજપનો એનડીએ મોરચો ૩૦૪ બેઠકો ઉપર અને કોંગ્રેસનો ઇન્ડિયા મોરચો ૨૧૬ બેઠકો ઉપર આગળ છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
