<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

નવસારી - વલસાડ - બારડોલી - ભરૂચમાં ભાજપ જંગી સરસાઇથી આગળ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ૧ લાખ, ધવલ પટેલ સવા લાખ, મનસુખ વસાવા ૫૦ હજાર અને પ્રભુભાઇ વસાવા ૯૦ હજાર મતોથી આગળ

રાજકોટ તા. ૪ : આજે લોકસભા ચૂંટણીની મતગણત્રી સવારથી હાથ ધરાતા પ્રારંભિક તબક્કે સમગ્ર ગુજરાતમાં બે-ત્રણ બેઠકોને બાદ કરતા ભાજપના ઉમેદવાર આગળ રહ્યા છે. ત્રણ કલાકની મતગણત્રીના અંતે ભાજપના ઉમેદવારો ૫૦ હજારથી વધીને સવા લાખ સુધીની મતોની સરસાઇથી આગળ વધી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ભાજપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા, બારડોલીમાં પ્રભુભાઇ વસાવા, નવસારીમાં સી.આર.પાટીલ, વલસાડમાં ધવલ પટેલ તેમના નજીકના પ્રતિસ્‍પર્ધીથી આગળ વધી રહ્યા છે.

બારડોલીમાં ભાજપના પ્રભુભાઇ વસાવા કોંગ્રેસના સીધ્‍ધાર્થભાઇ ચૌધરી સામે ૯૦ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્‍યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધભાઇ દેસાઇ કરતા ૧ લાખથી વધુ મતોથી આગળ છે. જ્‍યારે વલસાડના ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ કરતા સવા લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.

ભરૂચમાં છ રાઉન્‍ડના અંતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને ૧,૯૬,૬૦૫ અને આપના ચૈતરભાઇ વસાવાને ૧,૪૬,૮૫૧ મત મળ્‍યા છે.

(12:03 PM IST)