<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સાયબર માફિયાઓ ઓળવી ગયેલ ૧ કરોડથી વધુ રકમ પોલિસે પરત અપાવી

સાયબર માફિયાઓનો ભોગ બનનાર લોકોની વહારે ચઢેલા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત લોકોને પણ કેવી રીતે સાવધાની રાખવી તે સરળ ભાષામાં સંદેશ આપ્‍યો ગુમાવેલ નાણાંનાં નામનું નાહી નાખ્‍યાં જેવું બન્‍યા બાદ જેસીપી રાઘવેન્‍દ્ર વત્‍સ, ડીસીપી ભાવેશ રોજિયા અને એસીપી શ્વેતા ડેનિયલનાં માર્ગદર્શનમાં પીઆઇ જી.એમ. હડિયા ટીમે પરત અપાવતા લોકોએ જય જયકાર કર્યો માત્ર વાતો કરી વહાલા થવાના બદલે ખરા અર્થમાં લોકો ઉપયોગી કાર્ય કરનાર ૮૯ અધિકારી અને સ્‍ટાફને સીપીએ બિરદાવી સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો કે મારા માટે સામાન્‍ય લોકોના કામ કરનાર જ મહત્‍વના છે

રાજકોટ તા.૪ :   સુરત શહેરના પોલીસ કમિશનર પદે ગાંધીનગર દ્વારા જેમની વિશેષ પસંદગી કરી છે તેવા અનુપમસિંહ ગેહલોત દ્વારા તાબાના અધિકારીઓ સ્‍ટાફને પોતાના મનની ખુલ્લી વાત કરી જે અધિકારી કે સ્‍ટાફ લોક ઉપયોગી કાર્ય કરી મને તેના પુરાવા આપશે તેજ મારી ગુડ બુકમાં રહશે, ફકત વાતો કરી કામ નહિ કરનાર પોતાની વિશેષ વિભાગ કે મહત્‍વની બ્રાન્‍ચમાં રહેવા લાયક નથી તેમ માની લેવાશે, આ સંદેશના પગલે પગલે સ્‍થાનિક પોલીસ સાથે વિવિધ મહત્‍વની બ્રાન્‍ચ દ્વારા કામગીરી બાબતે તંદુરસ્‍ત હરીફાઈ શરૂ થયેલ છે, લોકોએ વિવિધ ફોડ દ્વારા ગુમાવેલ નાણાંનાં નામનું નાહી નાખવાનું એવી કહેવત સુરતમાં ખોટીે પાડવા હવે સાયબર ક્રાઈમ વિભાગમાં ફોકસ કરતા સાયબર ક્રાઇમ દ્વારા લોકોએ ગુમાવેલ ૧ કરોડથી વધુ રકમ પરત અપાવતા આ તમામ સ્‍ટાફને પોલીસ કમિશનર અને જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વત્‍સ દ્વારા પીઠ થાબડવા સાથે લોકો પણ પોતાની પરસેવાની કમાણી પરત નહિ આવે તેવું સમજી બેઠેલા તેઓને રકમ પરત મળતા પોલીસ કમિશનર અને ટીમના નામનો જયજયકાર કરેલ, ચાલો રસપ્રદ કથા માંણીએ.

 હાલના સમયમાં સાયબર ક્રાઇમના બનાવો વધુ પ્રમાણમાં બની રહેલ હોય સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા લોક જાગળતિ માટે સાયબર ક્રાઇમ માહિતી પુસ્‍તિકા બનાવવામાં આવેલ હોય તેનું પોલીસ કમિશનરશ્રી હસ્‍તક અનવારણ કરવામાં આવેલ છે. તેમજ ડીજિટલ અરેસ્‍ટ ફ્રોડ અવરનેસ વિડીયો તથા પોલીસ કમિ‘રશ્રી, સુરત શહેરનો સુરત શહેરના નિવાસીઓ જોગ સંદેશના વિડીયોનું નિદર્શન કરવામાં આવેલ છે.

સુરત શહેરના નાગરિકોને સાયબર ફ્રોડ થયેથી ગભરાયા વગર પોલીસ ફરિયાદ કરી શકે તે માટે જરૂરી પોલીસ માર્ગદર્શન આપવા સારૂ સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ હેલ્‍પ લાઇન નં. ૅ૯૧ ૮૧૬૦૮૫૨૨૮૫ જાહેર કરવામાં આવેલ છે. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન મોબાઇલ નં. ૅ૯૧૭૦૬૯૦૫૨૫૫૫, સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન લેન્‍ડલાઇન નં.૦૨૬૧- ૨૬૫૩૫૧૦, સુરત સાયબર મિત્ર ચેટ બોટ નં. ૅ૯૧ ૯૩૨૮૫૨૩૪૧૭ નો પણ સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. તેમજ નાણાકીય ફ્રોડ થયેલ હોય તો વિના વિલંબે સાયબર ક્રાઇમ હેલ્‍પ લાઇન નંબર ૧૯૩૦ પર તુરંત જ ફરિયાદ કરવા જણાવેલ છે.

મોબાઇલ ગ્રાહકોને સશક્‍ત કરવા, તેમની સુરક્ષાને મજબૂત કરવા અને સરકારની નાગરિક કેન્‍દ્રિત પહેલો વિશે જાગળતિ વધારવા માટે ટેલિકોમ્‍યુનિકેશન વિભાગની નાગરિક કેન્‍દ્રિત પહેલ એટલે ઙ્કસંચાર સાથી પોર્ટલઙ્ઘ તેનાથી લોકોને માહિતગાર કરવામાં આવેલ છે.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સને-૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ માં સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. માં દાખલ કરવામાં આવેલ ગુન્‍હાઓ પૈકી કુલ-૨૧ ગુન્‍હાના ફરીયાદીશ્રી નાઓને પોલીસ કમિ‘રશ્રી નાઓ હસ્‍તક કુલ રૂ.૧,૦૪,૬૧,૯૭૮.૬૪/- ના ચેક અર્પણ કરવામાં આવેલ છે. (અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા સને-૨૦૨૩ અને સને-૨૦૨૪ માં તેરા તુજકો કાર્યક્રમ અલગ-અલગ ગુન્‍હાઓના કુલ-૮૯ ફરીયાદીશ્રીઓને કુલ્લે રૂ.૧,૭૧,૫૩,૫૭૦/- પરત આપવામાં આવેલ છે.

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન તથા સ્‍થાનિક પોલીસ સ્‍ટેશન દ્વારા સાયબર ક્રાઇમને લગત કરવામાં આવેલ સારી કામગીરી બદલ કુલ-૮૯ પોલીસ અધિકારી/કર્મચારી નાઓને પોલીસ કમિ‘રશ્રી, સુરત શહેર નાઓ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે.

દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકો જોગ કેટલીક મહત્‍વની બાબતો પર પ્રકાશ પાડી આવી જાગળતિ માટે શું કરવું તે અંગે સાયબર ક્રાઈમ એસીપી શ્વેતા ડેનિયલ અને અનુભવી પીઆઇ જી.એમ. હડિયા વિગેરેના અનુભવો સાથે પોતાના સ્‍ટેટ આઇબીનાં કાર્યકાળ દરમિયાન વિવિધ કેન્‍દ્રીય એજન્‍સીઓ દ્વારા દેશ દુનિયાના સાયબર માફીયાઓ વિષે અભ્‍યાસ કરી તેની મોડેસ્‌ ઓપરેન્‍ડી આધારે લોકોને જાગળત રહી શું શું કરવું તેની ખૂબ મહત્‍વની જાણકારી આપી છે.

(12:01 PM IST)