<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાત લોકસભાની 10 થી વધુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

મહેસાણા,ગાંધીનગર,વલસાડ,ખેડા,રાજકોટ, જૂનાગઢ,જામનગર, અમદાવાદ પૂર્વ,કચ્છ, નવસારી, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદરની સીટ પર ભાજપનો વિજય

અમદાવાદ : લોકસભાની ચૂંટણીની આજે વહેલી સવારથી મતગણતરી થઇ રહી છે જેમાં શરૂઆતથી જ ભાજપે લીડ બનાવી રાખી હતી, પ્રારંભિક વલણમાં કોંગ્રેસને ચાર-પાંચ બેઠકોમાં સરસાઈ મળતી હતી પરંતુ બપોર સુધીમાં ભાજપના ઉમેદવારોએ એ લીડ કાપી નાખી છે, અત્યારે બપોર સુધીમાં ગુજરાતની 10 સીટ પર ભાજપનો વિજય થયો છે અન્ય બેઠકો પણ મતગણતરી ચાલુ છે

 મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ વિજેતા થયા છે, ગાંધીનગર લોકસભા બેઠક પર અમિતભાઈ  શાહની જીત થઇ છે, વલસાડ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યાં ધવલ પટેલની જીત થઇ છે,ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઇ છે,

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમ રુપાલાની જીત થઇ છે જયારે જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઇ છે જામનગરથી ભાજપના પૂનમ માડમની જીત થઇ છે

બીજીતરફ અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલની જીત થાયછે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત થઇ છે નવસારીથી ભાજપના સી આર પાટીલની જીત થઇ છે અને અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણાની જીત થઇ છે પોરબંદરથી ભાજપના મનસુખભાઈ  માંડવિયા વિજેતા થયા છે

(2:26 PM IST)