<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાતની ૨૫ માંથી ૨૩ બેઠકો ઉપર ભાજપની જીત: પાટણ બેઠક ઉપર ભારે ઉથલપાથલ: બનાસકાંઠા બેઠકમાં પણ કસોકસ જંગ: અમિતભાઈ શાહ ૭.૧૦ લાખ મતથી આગળ

 

બપોરે ૨.૨૫ વાગે મળતા અહેવાલ મુજબ ગુજરાતની ૨૫ બેઠકોમાંથી ૨૩ બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. આ પહેલાં એક બેઠક બિનહરીફ મળી હતી.

પાટણની બેઠક ઉપર ભારે ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસની લીડ કાપીને ભાજપના ભરતસિંહ ડાભી ૧૦,૦૦૦ મતથી આગળ નીકળી ગયા છે

જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અત્યારે ૨૧૦૦ મતથી આગળ છે અહીં પણ ભારે રસાકસી નો જંગ ખેલાઈ રહ્યો છે.

બપોરે અઢી વાગ્યે ગાંધીનગરની બેઠક ઉપરથી ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ૭.૧૦ લાખ મતથી આગળ છે.

(2:50 PM IST)