તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ગીફટસીટી ગાંધીનગરમાં વિશ્વચેસ ચેમ્પિયનશીપઃ ૪૬ દેશોએ ભાગ લીધો

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા.૪ : ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ગુજરાતના ગાંધીનગરમાં ગિફટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪નું આયોજન કરાયું હતું.
૪૬ દેશોના પ્રતિનિધિત્વ અને ૨૨૦ કુશળ ખેલાડીઓએ ભાગ લીધો છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા અને પાંચ વખતના ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન, ગ્રાન્ડ માસ્ટર અને FIDEના નાયબ પ્રમુખ શ્રી વિશ્વનાથન આનંદની ઉપસ્થિતિમાં ૨ જી જૂન ગાંધીનગરના ગિફટ સિટી ક્લબમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું ઉદઘાટન કરાયું હતુ. આ પ્રસંગે તેમણે ભારતને વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ની યજમાની કરવાની ખુશી વ્યક્ત કરી હતી
આ વર્ષે, ચેમ્પિયનશિપે ૩૮ ફેડરેશનના ૨૨૮ સહભાગીઓને આકર્ષ્યા છે, જે આ સ્પર્ધાની વધતી લોકપ્રિયતા અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડે છે. ઓપન કેટેગરીમાં ૪૦ દેશોના ૧૨૬ સહભાગીઓ છે, જ્યારે મહિલા કેટેગરીમાં ૨૮ ફેડરેશનમાંથી ૧૦૨ એન્ટ્રીઓ છે. આ ચેમ્પિયનશિપ તેના ઉચ્ચ સ્તરની સ્પર્ધા માટે નોંધપાત્ર છે, જેમાં ૧૩ ગ્રાન્ડમાસ્ટર્સ, ૨૮ ઇન્ટરનેશનલ માસ્ટર્સ (મેલ અને ફીમેલ), ૨ ફીમેલ ગ્રાન્ડમાસ્ટર્સ અને ૧૦ ઇન્ટરનેશનલ ફીમેલ માસ્ટર્સ ભાગ લે છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
