તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ગુજરાત વિધાનસભાની પાંચે પાંચ બેઠકો ઉપર ભાજપનો વિજય

ગુજરાતમાં સૌરાષ્ટ્રની બે સહિત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવેલ, આ પાંચેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
મળતી વિગતો મુજબ પોરબંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર બેઠક ઉપર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા ૧.૧૬ લાખ મતથી વિજેતા થયા છે.
સૌરાષ્ટ્રની માણાવદર બેઠક ઉપરથી ભાજપના અરવિંદભાઈ લાડાણી ૨૫ હજારથી વધુ મતથી વિજેતા થયા છે.
આ ઉપરાંત વિજાપુરની બેઠક ઉપરથી સીજે ચાવડા ૫૩ હજારથી વધુ મતે વિજેતા થયા છે
ખંભાતની પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગભાઈ પટેલ ૪૦,૦૦૦ થી વધુ મતે જીત્યા છે.
વડોદરાની વાઘોડિયા બેઠક ઉપર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ૬૦,૦૦૦ થી વધુ મતે જીત્યા છે.
આ પાંચે પાંચ અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવ્યા છે. જેમાંથી ચાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જ્યારે એક અપક્ષ ભાજપમાં સામેલ થયેલ. આ પાંચે પાંચનો વિજય થયો છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
