તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
નવસારી - વલસાડ - બારડોલી - ભરૂચમાં ભાજપની વિજયકૂચ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ૬ લાખ મતોથી આગળ : ધવલ પટેલ સવા બે લાખ, મનસુખ વસાવા ૯૦ હજાર અને પ્રભુભાઇ વસાવા ૨ લાખ મતોથી આગળ

રાજકોટ તા. ૪ : આજે લોકસભા ચૂંટણીની મતગણત્રી સવારથી હાથ ધરાતા પ્રારંભિક તબક્કે સમગ્ર ગુજરાતમાં બે બેઠકોને બાદ કરતા ભાજપના ઉમેદવાર આગળ રહ્યા છે. બપોરે ૨ કલાકે મતગણત્રીના અંતે ભાજપના ઉમેદવારો ૯૦ હજારથી વધીને ૬ લાખ સુધીની મતોની સરસાઇથી આગળ વધી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. જેમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા, બારડોલીમાં પ્રભુભાઇ વસાવા, નવસારીમાં સી.આર.પાટીલ, વલસાડમાં ધવલ પટેલ તેમના નજીકના પ્રતિસ્પર્ધીથી સવા બે લાખ મતોથી આગળ વધી રહ્યા છે.
બારડોલીમાં ભાજપના પ્રભુભાઇ વસાવા કોંગ્રેસના સીધ્ધાર્થભાઇ ચૌધરી સામે ૨,૧૨,૪૪૨ મતોથી આગળ છે. જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધભાઇ દેસાઇ કરતા ૬ લાખથી વધુ મતોથી આગળ છે. જ્યારે વલસાડના ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે ૨૧૩૬૨૮ મતોથી આગળ છે.
ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવાને ૧,૯૬,૬૦૫ અને આપના ચૈતરભાઇ વસાવાને ૧,૪૬,૮૫૧ મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ૯૨૯૯૫ મતોથી આગળ છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
