તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પાટણ-બનાસકાંઠામાં ભારે રસાકસીઃ ભાજપમાં ચિંતા
ગેનીબેન ઠાકોર અને રેખાબેન ઠાકોર વચ્ચે જામ્યો જંગઃ થોડી થોડી વારે બદલાતુ ચિત્ર

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.૪ : પાટણ - બનાસકાંઠાની લોકસભાની બેઠક ઉપર બંન્ને ઉમેદવારો એક બે હજારની લીડથી આગળ પાછળ ચાલી રહયા છે. મત ગણત્રી રોમાંચક રીતે આગળ વધી રહી છે. ભાજપ અનેત ેના ઉમેદવારોના જીવ તાળવે ચોંટીયા છે કોણ જીત શકે કોણ હારશે તે નકકી થઇ શકતુ નથી. પાતળી લીડની તે ક્ષણે ક્ષણેના ઇન્તજાર થઇ રહયા છે. પાટણ અને બનાસકાંઠાના ભાજપ કોગ્રેંસના ઉમેદવારો કાંટાની ટકકર. (રોમાચંક જામ્યો ખેલ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે ૧ર વોટનો રસાકસી ભર્યા જંગ છે જે ખુબ જ રસાકસી અને કાંટે કી ટકકર છે.
બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ઠાકોર વચ્ચે કસમકસ અને ઉતેજનતાભર્યા હજાર બે હજાર મતો વચ્ચે આગળ પાછળ ખેલ ખેલાઇ રહયો છે. ભાજપ માટે ખુબ જ ટેન્શન વધાર્યુ છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
