<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અમદાવાદની ગિરધરનગર સ્‍કૂલના વિદ્યાર્થીઓનું સ્‍નેહ મિલન

 

અમદાવાદઃ અમદાવાદની ગિરધરનગર માધ્‍યમિક અને હાઈ સેકન્‍ડરી સ્‍કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ પૂરું કરીને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયેલા ૪૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. શાળા છોડ્‍યા પછી ૧૭ વર્ષ બાદ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૪૦થી વધુ સહાધ્‍યાયી મિત્રો એકઠા થયા હતા. આ સ્‍નેહમિલનમાં એન્‍જિનિયર, ડોક્‍ટર, જર્નાલિસ્‍ટ, આઇટી, વકીલ, ઉદ્યોગ સાહસિકો, બિઝનેસમેન-વુમન, કલા જગત અને ગૃહિણી એમ તમામ ક્ષેત્રોમાંથી તેમજ વિદેશોમાં સ્‍થાયી થયેલ મિત્રોનો હાજર પણ રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના દ્વારા કરવામાં આવી હતી. ત્‍યાર બાદ ગુરુજનોનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. આ સર્વે મિત્રોએ હાલના પોતાના હોદ્દાને ભૂલીને શાળા સમયની મસ્‍તી ભરેલી યાદોને પુનઃ માણી હતી અને સંગીત ખુરશી, ક્રિકેટ અને ગ્રુપ ગેમ્‍સ જેવી રમતો રમ્‍યા હતાં. તો સિંગિંગ, ગરબા અને ડાન્‍સ સાથે ગીત-સંગીતની મહેફિલ પણ જમાવી હતી. એટલું જ નહીં પર્યાવરણના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ એ સૂત્રને સાર્થક કરતા સર્વે મિત્રોએ સ્‍કૂલમાં ટ્રી પ્‍લાન્‍ટેશન પણ કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલઃ કેતન ખત્રી, અમદાવાદ)

(5:00 PM IST)