તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરનો 31 હજાર મતે વિજય: ગુજરાતમાં ભાજપે એક બેઠક કેમ ગુમાવવી પડી :?
સી.આર.પાટીલે કહ્યું - અમારી મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ-બહેનોની અમારા પ્રત્યે નારાજગી હશે તેમજ જાણ્યે-અજાણ્યે અમારાથી કોઈ ભૂલો થઈ હશે. જેથી અને બનાસકાંઠાની બેઠક 31 હજાર મતે ગુમાવી

ફોટો patil નોટિફિકેશન
અમદાવાદ :આજે વહેલી સવારથી શરૂ થઈ ચૂકેલી દેશની 543 લોકસભા બેઠકો પરની મતગણતરીમાં ભાજપના નેતૃત્વમાં NDAએ પૂર્ણ બહુમતનો જાદુઈ આંકડો તો પાર કરી લીધો છે, પરંતુ ચૂંટણી પ્રચાર સમયે 'અબ કી પાર 400'ના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ભાજપનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું છે. ગુજરાતમાં પણ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. એવામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે.
હકીકતમાં ભાજપની સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા હતા. જે બાદ અન્ય 25 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ મતદાન થયું હતુ. જેનું આજે જાહેર થયેલા પરિણામમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 31 હજાર મતે મ્હાત આપી છે.
એવામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 26 લોકસભા બેઠકનું પરિણામ લોકો સમક્ષ આવી ચૂક્યું છે. અગાઉ 16 અને 17મીં લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે 18મી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે તમામ બેઠકો પર જીત મેળવવાનો સંકલ્પ કર્યો હતુ.
જો કે અમારી મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ-બહેનોની અમારા પ્રત્યે નારાજગી હશે તેમજ જાણ્યે-અજાણ્યે અમારાથી કોઈ ભૂલો થઈ હશે. જેથી અને બનાસકાંઠાની બેઠક 31 હજાર મતે ગુમાવી છે. જેનો અમને અફસોસ પણ છે. જો કે 24 સીટ જીતવાનો આનંદ છે. હવે અમે અમારી ભૂલોને શોધીને તેને સુધારવાનો પ્રયાસ ચોક્કસ કરીશું.
અન્ય 24 બેઠકો પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અને વિકાસના એજન્ડા ઉપર મત મળ્યા છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સતત માર્ગદર્શન તેમજ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી માડીને સભાઓ સુધી રણનીતિ ઘડવામાં તેમણે જે મદદ કરી તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ ઉમેદવારો અને મતદાતાઓ વચ્ચે સંપર્ક જાળવી રાખ્યો જેથી 24 બેઠકો ભાજપ જવલંત બહુમત સાથે જીતી શક્યું.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
