<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ક્રિકેટ સટ્ટા કેસમાં ASI-હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

ASI-હેડ કોન્સ્ટેબલ૧૦ લાખની લાંચ લેતા ઝડપાયા :ગુનાની ફરિયાદ રોકવા અંગે લાંચ માગનારા PI ફરાર , ACBએ ફરાર થયેલા PI પટેલની શોધખોળ હાથ ધરી

અમદાવાદ, તા.૪ :અમદાવાદ વધી રહેલા ગુનાખોરીને ડામવા તંત્ર સજ્જ હોવું જોઈએ, પરંતુ અહી તો તંત્ર જ ગુનાખોરો પાસેથી ગુનાની ફરિયાદ રોકવા અંગે લાંચ લેતો એના જેવી બીજી ખરાબ વાત કઈ હોઇ શકે, તાજેતરમાં જ અમદાવાદના સાયબર ક્રાઈમના  PI પર લાંચ લેવાંની ફરિયાદ સામે આવતા પોલીસ વિભાગ દોડતો થઈ ગયો હતો.

બનાવની વિગત મુજબ એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ કુવરાભાઈ પટેલ તથા ASI ગૌરાંગકુમાર દિનેશભાઈ ગામેતીને રૂ. ૧૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે લાંચ માગનારા PI બી.એમ.પટેલ ફરાર થઈ ગયા છે. છઝ્રમ્એ ફરાર PI પટેલની શોધખોળ હાથ ધરી છે. ત્રણ મહિના અગાઉ ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો.

જેમાં આરોપીની ધરપકડ કર્યા બાદ આ કેસની ચાર્જશીટ વહેલી ફાઈલ કરવાની માગણી આરોપીએ કરી હતી, જેના બદલામાં સાયબર ક્રાઈમના PI બી.એમ પટેલ અને બંને પોલીસ કર્મચારીએ રૂ. ૨૦ લાખની માગણી કરી હતી, પરંતુ અંતે રૂ. ૧૦ લાખમાં સોદો નક્કી થયો હતો.

 ત્યારબાદ ACB સમક્ષ ફરિયાદ નોંધાવતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને લાંચની રકમ સ્વીકારતા સાયબર ક્રાઇમના હે.કો., અને ASI લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

ACBએ હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ તથા ગૌરાંગ ગામેતીની લાંચની રકમ સાથે સિંધુભવન હોલની બાજુમાંથી ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચના PI બી.એમ. પટેલ દ્વારા રૂ. ૨૦ લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. જેમાં રકઝકના અંતે રૂ. ૧૦ લાખ આપવાના નક્કી થયા હતા. જે લાંચની રકમ સ્વીકારવા માટે હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ તથા ASI સિંધુભવન હોલ પહોંચ્યા હતા.

જ્યાં સટ્ટા બેટિંગના આરોપી અને છઝ્રમ્ના હાલના ફરિયાદી સાથે બંને આરોપી પોલીસે લાંચની રકમ બાબતે વાતચીત કરીને રૂ. ૧૦ લાખ સ્વીકારી હતી. ગત વર્ષે સાયબર ક્રાઈમ બ્રાન્ચના LRD જવાને રૂ. ૩ લાખની લાંચ પીઆઇના કહેવાથી લીધી હતી. આ કેસમાં પણ ACBએ LRD જવાની ધરપકડ કરી હતી જ્યારે ફરાર PI પણ બારોબાર કોર્ટમાં રજૂ થયો હતો અને પોતાનો લૂલો બચાવ કરી લીધો હતો. આ કેસમાં પણ ફરાર PI બી.એમ.પટેલ વિરુદ્ધ ACB કેટલો મજબૂત ગાળિયો કસે છે તે જોવાનું રહ્યું.

(7:57 PM IST)