<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાતની 26 બેઠક ત્રીજી વખત જીતવાનું ભાજપનું લક્ષ્ય અધૂરું :13 સીટમાં છેલ્લી બે ચૂંટણી કરતા જંગી લીડ મેળવી

તમામ બેઠકો નહીં પણ ગાંધીનગર, નવસારી, વડોદરા અને પંચમહાલ બેઠક 5 લાખની લીડથી જીતી શક્યું

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. સુરતની બેઠક બિનહરિફ જાહેર થઇ હતી અને 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 25 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે જીતી છે. જેમાંથી 13 બેઠકો પર ભાજપે ગત ત્રણ લોકસભા ચૂંટણી(2019, 2014 અને 2009)ની સરખામણીએ વધુ લીડ હાંસલ કરી છે.
ભારતીય જનતા પાર્ટીનું સતત ત્રીજી વખત 26 બેઠક જીતવાનું સ્વપ્ન અધુરુ રહ્યું છે. ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. 26 બેઠકોમાંથી સુરત બેઠક ભાજપે મતદાન પ્રક્રિયા પહેલા જ જીતી લીધી હતી. ભાજપને લાગી રહ્યું હતું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો જીતી જવાશે પરંતુ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થતાં સતત ત્રીજી વખત 26 બેઠક જીતવાનું લક્ષ્ય પુરુ થયું ન હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પોતાની પ્રત્યેક ચૂંટણી સભા અને પક્ષની મીટિંગોમાં કાર્યકર્તાઓને કહી રહ્યાં હતા કે આ વખતે ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવાની છે પરંતુ તેવું થઇ શક્યું નથી. આ વખતે ભાજપ ગાંધીનગર, નવસારી, વડોદરા અને પંચમહાલ બેઠક જ 5 લાખની લીડથી જીતી શક્યું છે. આ વખતે ભાજપે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ કેટલીક બેઠક પર નડી ગયો હોય એવું લાગી રહ્યું છે. જેના કારણે દરેક બેઠક 5 લાખના માર્જીનથી જીતવાનું લક્ષ્ય સિદ્ધ થઇ શક્યું નથી.

આ બેઠકોમાં છેલ્લી બે ચૂંટણી કરતા ભાજપને વધુ લીડ

બેઠક202420192014નવસારી773551689668558116ગાંધીનગર744716557014483121પંચમહાલ509342428541170596રાજકોટ484260368407246428અમદાવાદ ઇસ્ટ461755434330326633ભાવનગર455289329519295488છોટા ઉદેપુર398777377943179729પોરબંદર383360229823267971દાહોદ333677127596230354મહેસાણા328046281519208891અમરેલી321068201431156232જામનગર238008236804175289 બારડોલી230253215447123884

અન્ય બેઠકો પર ભાજપને કેટલી મળી લીડ

બેઠક202420192014વડોદરા582126589177570128ખેડા357758367145232901અમદાવાદ વેસ્ટ286437321546320311કચ્છ268782305513254482સુરેન્દ્રનગર261617277437202907વલસાડ210704353797208004સાબરકાંઠા15568226898684455જૂનાગઢ135494150211135832આણંદ8993919771863426ભરૂચ85696334214153273પાટણ31876193879138719સુરતબિન હરિફ548230533190

(10:14 PM IST)