<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સુરતમાં વહેલી સવારે મેઘરાજાનું આગમન : અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા

કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગરોડ, વિસ્તારમાં વરસાદ વરસ્યો

અમદાવાદ :દેશમાં ચોમાસાની કેરળમાં એન્ટ્રી બાદ અન્ય રાજ્યોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે , ત્યારે આજે સુરત શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા છે. 

  શહેરના અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્યો છે. કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગરોડ, વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. 

  દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પાળતો આવ્યો છે

(10:46 AM IST)