News of Saturday, 8th June 2024
આજથી વડોદરા, સુરત, નવસારી સહિતના જીલ્લાઑમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના
પાંચ દિવસ સુધી ગુજરાત રાજયમાં પ્રિમોન્સુન ઍકટીવિટી

અમદાવાદ : હાલ રાજ્યમાં પ્રી-મોનસૂક એક્ટિવિટી ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વડોદરા,
સુરત, નવસારી સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા,
સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તારીખ 10 અને 11 જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, મહીસાગર, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા 12 જૂનના રોજ નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, મહીસાગર, દાદરા અને નગર હવેલી, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા 13 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, મહીસાગર, દાદરા અને નગર હવેલી, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 14 જૂનના રોજ તાપી, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
