<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ફરી AMTS બસ ચાલક બેફામ બન્યો હોવાની ઘટના

બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી હોવાની ઘટના :બોપલના વકીલ સાહેબ બ્રીજ પાસે ચાલક ભાન ભૂલ્યો

અમદાવાદ, તા.૮ :અમદાવાદ શહેરમાં ફરી AMTS બસ ચાલક બેફામ બન્યો હોવાની ઘટના બની છે. રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી હોવાની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રીજ પાસે ચાલક ભાન ભૂલ્યો હતો અને બેકાબૂ બસ આબાદનગરમાં ઘૂસાડી દીધી હતી. બસ ચલાકે રસ્તા પર નહીં, સોસાયટીમાં બસ ઘૂસાડી દીધી હતી. AMTS બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોના મતે બસ ચાલક નશામાં હોવાનો આરોપ છે. બસચાલકના ધતિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકઠા થઇ ગયા હતા.બીજી બાજુ, બસમાં સવાર મુસાફરે AMTS ફરિયાદ નંબર પર કોલ કરતા ઊંધા જવાબ મળ્યા હતા. AMTSના હેલ્પલાઇનમાં મુસાફરને ડ્રાઇવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવાયું હતું. છસ્જી હેલ્પલાઇન પર ફોન કરતાં કહેવામાં આવ્યું હતું કે, તમે બસમાં બેઠા તે સમયે તમે ડ્રાઇવરનું મોઢું નહોતું જોયું કે પીધેલો છે કે નહીં? મુસાફરે કરેલા કોલ દરમિયાન બસ કંડક્ટર અને એએમટીએસના કોલ ઓપરેટરની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છેઆ સાથે જ વાતચીતમાં કન્ડેક્ટરે બસ ડ્રાઈવર નશામાં ધૂત હોવાને લઇ સ્વીકાર કર્યો હતો. બસ ચલાવનાર ડ્રાઈવરે ડબલ શિફ્ટ કરી હોવાની અને સાંજે નશો કરવા ગયો હોવાનો વાતચીતમાં ઉલ્લેખ છે. કોલ ઓપરેટરે દાદાગીરી પૂર્વક વાત કરી મુસાફરને માપમાં રહેવા જણાવ્યું હતું. ઉપરાંત બ્રેથ એનેલાઇઝરથી સ્ટાફનું ચેકિંગ કરાતું હોવાના એએમટીએસના દાવાની પોલ ખુલી છે. ખાનગી ઓપરેટરોના સ્ટાફને ટ્રેનિંગની વાત કરતાં એએમટીએસ તંત્રના પોતાના સ્ટાફને તાલીમની જરૃર છે. ત્યારે હવે સવાલ થઇ રહ્યો છે કે, મુસાફર સાથે અયોગ્ય વાત કરનારા કર્મચારી સામે પગલાં લેવાશે? નોંધનીય છે કે તાજેતરમાં અકસ્માતો વધતા એએમટીએસ દ્વારા કડક પગલાંની મોટી મોટી વાતો કરાઈ હતી.અમદાવાદમાં AMTSની સેવા કથળતી જોવા મળી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં અકસ્માતની રમઝટ જોવા મળી છે. ૧૦ વર્ષમાં AMTSના અકસ્માતથી ૧૭૧નાં મોત નીપજ્યા છે. આ મોત માટે જવાબદાર કોણ?

 

(7:40 PM IST)