News of Saturday, 8th June 2024
અમદાવાદની સરસપુર નાગરિક કો. ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચના બેન્ક મેનેજર અને બેન્ક ઓફિસર લોન સેન્કસન કરવાના માટે લાંચ લેવા બાબતે કરાઇ ધરપકડ
બેંકના મેનેજર નમ્રતાબેન પટેલ તથા બેન્ક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટ સત્તાનો દુરુપયોગ કરવાના આરોપ છે.

અમદાવાદ : અમદાવાદની સરસપુર નાગરિક કો. ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચના બેન્ક મેનેજર અને બેન્ક ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે બેંકના મેનેજર નમ્રતાબેન પટેલ તેમજ બેન્ક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટ સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્ક્સન કરાવી બદલામાં પૈસા પડાવતા હોવાનો આરોપ છે.
જેને પગલે EOWએ બંને આરોપીની ધરપકડ કરી હતી.
બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, સરસપુર નાગરિક કો.ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચ લોન અધિકારી વિરલ બ્રહ્મભટ્ટ દ્વારા તેના પિતા ભરત બારોટ અને પત્ની અપેક્ષા બ્રહ્મભટ્ટના નામની એફડી પર ઓડી ગોતા બ્રાન્ચમાં ખોલાવી હતી. જેમાં સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ અન્ય લોકોની એફડીઓ તેમની જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓની મિલીભગત પણ પોલીસ પૂછપરછમાં સામે આવી. એટલું જ નહીં પણ બેંક પ્રક્રિયામાં મેનેજર અને ઓફિસર બંનેની સંયુક્ત કામગીરી દ્વારા જ લોકોની એફડી પર ઓડીની પ્રક્રિયા થતી હોય છે. જેને લઈને ઓફિસર દ્વારા એફડી પર ઓડીની પ્રક્રિયા કર્યા બાદ મેનેજર નમ્રતા પટેલ દ્વારા ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટને એફ ડીલિયન કરવા તેમણે બેંક તરફથી આપવામાં આવતા યુઝર આઈડી અને મોબાઇલમાં આવતા ઓટીપી આપ્યા હતા.
બંનેએ સાથે મળી એફડીની ઓડી ખાતામાં લિમિટ વધારવા કરવામાં આવતી પ્રક્રિયા કરી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બેંક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટ અને બેંક મેનેજર નમ્રતા પટેલની ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ 10 જેટલા લોકોની એફડી પરથી રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સમગ્ર છેતરપિંડી કેસમાં માસ્ટર માઈન્ડ વિરલ બ્રહ્મભટ્ટની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા, તેને મોજશોખ કરવા તેમજ જુગાર રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે બેન્કના મેનેજર નમ્રતા પટેલને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકના ઓટીપી તેમજ યુઝર આઇડી મેળવી લીધા હતા. નમ્રતા પટેલે પણ રૂપિયાની લાલચે વિરલ સાથે મળીને વર્ષ 2022 થી 24 દરમિયાન અલગ અલગ ખાતાઓ માંથી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. ત્યારે આખાય કૌભાંડમાં અન્ય કોઈ બેંકના અધિકારી કે કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ અને આરોપીઓએ અન્ય કોઈ ખાતાધારક સાથે છેતરપીંડી આચરી તો નથીને તે દિશામાં તપાસ શરૂ કરી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
