<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

સુરતમાં મોટા વરાછાના રીંગરોડ ખાતે બેફામ કાર ચાલકે ૭ લોકોને લીધા અડફેટઃ ૩ લોકોનું કમકમાટી ભર્યુ મોતઃ ૪ લોકો હજુ હાલત ગંભીર

ઘટના રાતે 11.30 વાગ્યા આસપાસના અરસામાં બની હતીઃ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ

સુરત : સુરતમાં મોટા વરાછાના રીંગરોડ ખાતે બેફામ કાર ચાલકે ૭ લોકોને  લીધા અડફેટઃ ૩ લોકોનું કમકમાટી ભર્યુ મોત થયા હતા જયારે  ૪ લોકો હજુ હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

 

મળતી માહિતી મુજબ સુરતમાં મોટા વરાછાના રીંગરોડ ખાતે બેકાબુ કારે 7 લોકોને અડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ 7 લોકો પૈકી ત્રણના મોત નિપજ્યા છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. તથ્યકાંડ જેવી વધુ એક ઘટના સુરતમાં બનવા પામી હતી જેમાં બેકાબુ કારે 7 લોકોને અડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ 7 લોકો પૈકી ત્રણના મોત નિપજ્યા છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

મોટા વરાછાના રીંગરોડ ખાતે અકસ્માતની આ ઘટના બની હતી. કાર ચાલાક વાહન પરથી કાબુ ગુમાવતા તેણે 7 લોકોને અડફેટમાં લઈ ફંગોળ્યા હતા. ઘટના રાતે 11.30 વાગ્યા આસપાસના અરસામાં બની હતી. ઘટનામાં મૃતકઆંક 3 પાર પહોંચ્યો છેજ્યારે 4 લોકો હજુ સારવાર હેઠળ છે. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારમાં 6 વર્ષીય વિયાન વાઘાણી તેના પિતા દેવેશ વાઘાણી અને 29 વર્ષીય સંકેત વાવાડિયા છે. પરિવાર રાત્રી ના સમયે રોડ પાસે બેઠો હતો ત્યારે બેકાબુ કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો.

(11:45 AM IST)