<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભરૂચ લોકસભા સાતમી ટર્મ જીતવા છતાં સાંસદ મનસુખભાઈ વસાવા નારાજ

ડેડીયાપાડા અને ઝગડીયા વિધાનસભામાં લીડ ઘટતાં ચિંતા: ભાજપના નેતાઓએ વિરુદ્ધ પ્રચાર કર્યો અને રેતી લીઝ ધારકો વિરુદ્ધ મોર્ચો માંડતા મનસુખભાઇ ફરી ના જીતે એ માટે સ્થાનિક મતદારોને ભેરવી વિરુદ્ધ મતદાન કારવ્યું હોવાનો અંદાજ :ભાજપના નેતાઓએ વસાવાને ટિકિટ ના મળે એવો પ્રયત્ન કર્યો અને ટિકિટ મળી ત્યારે વિપક્ષને જીતાડવા મદદ કરી હોવાની પણ ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભરૂચ બેઠક ઘણી ચર્ચામાં રહી. કારણ કે ભાજપના સાંસદ મનસુખ વસાવા સતત સાતમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા, પણ જે ત્રણથી પાંચ લાખની લીડ જોઈતી હતી તે મળી ના શકી, જોકે જીત એટલે જીત પરંતુ ટિકિટ મળતા પહેલાથી અને મળ્યા પછી પણ નારાજ ચાલનાર ભાજપના કેટલાક નેતાઓ પ્રદેશની સૂચનાથી ચૂંટણીમાં તો જોડાયા પરંતુ તેમને અંદરખાને વિપક્ષ ઉમેદવાર ને સપોર્ટ કર્યો જેને કારણે ભાજપની જીત તો થઇ પણ જોઈએ એટલી લીડ મળી નથી, હવે આવા દગાખોર નેતાઓના નામોની ચર્ચા કાર્યકરો માં ચાલુ થઇ ગઈ છે અને શુભેચ્છા આપવા આવનારા કાર્યકરો હવે મનસુખ ભાઇનું આ બાબતે ધ્યાન દોરી કરી રહ્યા છે જેથી સાંસદ મનસુખ વસાવા ખુબ નારાજ થયા છે. અને બુથ વાઈઝ મત ની ગણતરી કરી ક્યાં કાચા પડ્યા ક્યાં વિરોધી પરિબળો એ કામ કર્યું એની સમીક્ષા કરી પ્રદેશ અને દિલ્હી રજૂઆત કરશે.

ભરૂચમાં આ વખતે મનસુખ વસાવાની સીધી ટક્કર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સામે હતી. મનસુખ વસાવાને 50.72 ટકા વોટ સાથે 85,696 મતની લીડ મળી છે. જ્યારે ચૈતર વસાવાને 43.58 ટકા મત મળ્યા છે. ચૈતર વસાવા હાર્યા પણ તેમણે મનસુખ વસાવાને સારી ટક્કર આપી છે. કારણ કે ગયા વખતે મનસુખ વસાવાને 55.47 ટકા મત સાથે 3,34,214 મતની લીડ મળી હતી. મનસુખ વસાવાને મળેલા મતની ટકાવારીમાં આ વખતે 5 ટકા જેટલો ઘટાડો થયો છે.
સાંસદ મનસુખ વસાવા એ ઓછી લીડ પાછળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ખોટા મુદ્દા ચલાવ્યા અને ઝઘડિયા અને દેડીયાપાડા વિસ્તાર માં નેગેટિવ પ્રચાર ને લઇ એમને નુકશાન થયું છે.  અને અમારા કાર્યકરો એટલે કે ભાજપ ના કાર્યકરો એ પણ ક્યાં કાચું કાપ્યું એની તપાસ કરીશું જે બાબત નો તેમણે  સ્વીકાર કર્યો હતો.
 ચૈતર વસાવા જીતી ને સાંસદ બને તો ધારાસભ્ય ની સીટ ખાલી થાય તેના પર નજર હતી.
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ધારાસભ્ય હોય, ઇન્ડિયા ગઠબંધન માં લોકસભાની ચૂંટણી લડવાં ટિકિટ મળી 50 હજાર ની લીડની જીતના દવાથી તેમણે ખુબ મહેનત કરી આદિવાસી વોટ નું વિભાજન થયું ડેડીયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે હતી પરંતુ ઝઘડિયા બેઠક તો ભાજપ પાસે છે અને જેને લાવવા વાળા મનસુખ વસાવા છે. એમ કહીએ તો ખોટું નથી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો પણ ભાજપ પાસે છે તો ઝગડીયા વિધાનસભામાં કેમ ભાજપ ને ઓછા મતો મળ્યા એટલે સીધું ગણિત છે કે ઝગડીયા માં કંઈક રંધાયું હશે. કેટલાક નેતાઓ એવું ઇચ્છતા હશે કે ચૈતર વસાવા સાંસદ બને તો ડેડીયાપાડા વિધાનસભા ખાલી પડે જેમાં અમારો નંબર લાગી જાય.
 સાંસદ મનસુખ વસાવા ઝગડીયા વિસ્તારોમાં નદીના પટ માંથી રેતી ઉલેચતા હોય ઓવરલોડ ટ્રકો ભરી બેફામ ચલાવતા હોય જેનો ખુબ વિરોધ કર્યો હતો. એટલે રેતી ખનન કરનારા લીઝ ધારકો સાંસદ મનસુખ વસાવા નો વિરોધ કરતા હોય શકે, સ્થાનિક ઝગડીયા મત વિસ્તારના લોકો મજૂરીએ તેમના ત્યાં જતા હોય એટલે રૂપિયા ખર્ચીને પણ ભાજપ વિરુદ્ધ મતદાન આ રેતી લીઝ ધારકો એ કરાવ્યું હોવાની શંકા સાંસદ મનસુખ વસાવા ને થઇ રહી છે જે વાત તેમણે સ્વીકારી છે.


 

(9:53 PM IST)