<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

વિદેશી દારૂની ખેપ મારતા પિતા,પુત્ર ને દારૂ ભરેલી કાર સાથે આમલેથા પોલીસે ઝડપી પાડયા

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :-નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટી ચીખલી ગામ પાસેથી કારમાં વિદેશી દારૂની ખેપ મારતા બાપ દીકરાને વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે આમલેથા પોલીસે ઝડપી પાડયા હતા.

મળતી વિગતો અનુસાર આમલેથા પોલીસને ડેડીયાપાડા તરફ થી રાજપીપળા તરફ દારૂનો જથ્થો ભરીને એક કાર આવતી હોવાની બાતમી મળતા પોલીસની ટીમના માણસો મોટી ચીખલી ગામ પાસે વોચ ગોઠવી ઊભા હતા. તે દરમિયાન સામેથી આવતી શંકાસ્પદ એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડીને ઉભી રખાવી અંદર બેસેલા ઈસમોના નામ પૂછતા તેમણે નાંદોદ તાલુકા ના ભદામ ગામના વિશાલ મહેશ રોહિત અને મહેશ ઝવેર બંને બાપ દીકરા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ ગાડીની ચકાસણી કરતા તેમાંથી રૂપિયા 1 લાખ 25 હજાર 100 ની વિદેશી દારૂની 791 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ સહિત પકડાયેલા ખેપિયાઓ પાસેથી 5 હજાર નો મોબાઈલ તેમજ ફોર વ્હીલ ગાડી જેની કિંમત 3 લાખ મળી કુલ રૂપિયા 4 લાખ 25 હજાર 600 નો મુદ્દામાલ કબજે કરી આરોપી બાપ દીકરાની ધરપકડ કરી, આ દારૂ ક્યાંથી લાવ્યા તેની તપાસ આમલેથા પોલીસે હાથ ધરી છે.

(9:54 PM IST)