News of Sunday, 9th June 2024
વાંસની ચોરીનો ભેદ ઉકેલતી રાજપીપળા પોલીસ: એરોડ્રામ વિસ્તારના ખેતરમાં થયેલા ચોરીના વાંસ સાથે 6 આરોપીઓને પોલીસે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા એરોડ્રામ વિસ્તારના ખેતરમાં કેળાની લુમને ટેકો આપવા માટે ઊભા કરેલા 16 હજારના 800 વાંસને કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી રફુચક્કર થઈ જતાં ખેડૂતે આ ચોરી અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમા રાજપીપળા ટાઉન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરો સહિત 6 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ખેડૂત કંચનભાઈ મોહનભાઈ કાછીયા પટેલે રાજપીપળા કરજણ નદીના કિનારે એરોડ્રામ વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં કેળાનો પાક કર્યો હતો અને કેળાની લુમ નમી ન જાય તે માટે તેમણે વાંસના ટેકા માર્યા હતા.જેમાં થોડાક દિવસ પહેલા કોઈક અજાણ્યા ચોરો ખેતરમાંથી ટેકા મરેલા 16 હજાર રૂપિયા ના કુલ 800 નંગ વાંસ ચોરી કરી નાશી છુટતા હતા ખેડૂત કંચનભાઈએ આ ચોરી અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ રાજપીપળા ટાઉન પોલીસના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ. એલ. પરમારે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પોલીસની ટીમે આ ચોરી કરનાર અજાણ્યા ચોરોને શોધવા સૂચના આપતા પોલીસે આ ગુનામાં ચિરાગ વસાવાને ઝડપી પાડી કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે,આ ચોરી તેના મિત્રો, સાહિલકુમાર સંજયભાઈ વસાવા, આયુશભાઈ જશુભાઈ વસાવા, તથા સચીનકુમાર શાંતીલાલ વસાવા, તથા કાયદાના સંધર્ષમાં આવેલા બે બાળ કિશોર સાથે મળીને કરી છે. જેથી પોલીસે ચોરીના વાંસ તેમજ આ ચોરીના ગુનામાં વપરાયેલા ટ્રેકટર સહિત કુલ 1 લાખ 59 હજાર 888 નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
