<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ડેડીયાપાડા તાલુકાના કેવડી ગામની સીમમાં બળદ ને વીજ કરંટ લાગતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલાં કેવડી ગામના ખેડૂતના બળદનું કરંટ લાગતા મોત નિપજ્યું છે
    પ્રાપ્ત વિગતો અનુસાર કેવડી ગામમાં રહેતા ખેડૂત અને પશુપાલક નટવરભાઇ મગનભાઇ તડવી નાઓ પોતાનું બળદગાડું જેમાં બે બળદો જોતરી કેવડી ગામની સીમમાં ખેતરે ઘરની વાડ બાંધવા માટે મેંદીના ઝાંખરા લેવા સારૂ ગયેલ અને બળદગાડામાં ઝાંખરા ભરી ખેતરેથી ઘરે પરત આવતા હતા તે વખતે રસ્તામાં ઇશ્વરભાઇ રામજીભાઇ તડવી ના ખેતરના શેઢા નજીક ઇલેકટ્રીક પોલના વાયર (તાણીયા) સાથે તેમનો સફેદ કલરનો બળદ જેની ઉંમર આશરે ૭ વર્ષની પૂંછડીના ભાગે વીજકરંટ લાગતા સ્થળ પર જ બળદનું મોત નિપજ્યું હતું. ખેડૂતના જણાવ્યા મુજબ તેમના આ બળદ ની કિંમત આશરે ૩૫ હજાર જેવી થાય છે. દેડીયાપાડા પોલીસે આ બાબતે નોંધ લીધી છે.


 

(10:08 PM IST)