હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
નર્મદામાં પિતરાઈ ભાઈઓના સંતાનોએ કોર્ટ મેરેજ કરતા મામલો દવા પીવા સુધી પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં પિતરાઈ ભાઈઓના સંતાનોએ કોર્ટ મેરેજ કરતા મામલો દવા પીવા સુધી પહોંચ્યો હોવાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર શીવરામભાઇ રાજારામભાઇ તડવી (ઉ.વ.૪૦)( રહે.મોરાવી આમલી ફળીયુ તા. સાગબારા, જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર કાલીદાસ રાજારામભાઇ તડવી ની દિકરી અરુણાબેન નાઓએ કનખાડી ગામ ના સુરજ ભાઇ રમેશભાઇ તડવી સાથે કોર્ટ મેરેજ કરી લીધેલ પરંતુ ભોગ બનનાર તેમજ કનખાડી ગામના સુરજભાઈ રમેશભાઇ તડવી ના પિતાજી રમેશભાઈ બન્ને એક બીજાના પીતરાઇ ભાઇઓ થતા હોય અને એક જ પરીવારના સભ્યો થતા હોવાથી બંને પરીવારો વચ્ચે લગ્ન સબંધ શકય ન હોય જે બાબતે ભોગ બનનાર ને મનમા લાગી આવતા પોતાની જાતે ગોટપાડા થી મોરાવી જતા રસ્તાની બાજુમા નાળા પાસે જંતુનાશક ઝેરી દવાના પાઉચ માથી દવા પી લેતા સારવાર હેઠળ છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
