<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

રાજપીપળા કાર માઈકલ પુલનું કામ કરતા કોન્ટ્રાકટર વીજ ચોરી કરતા ઝડપાયો : રૂ.91844.64 નો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા કોલેજ રોડ પર કાર માઈકલ પુલ નવો બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે જેના કોન્ટ્રાકટર બીજલ જે ગાંધી વીજ ચોરી કરતા પકડાતા વીજ કંપનીએ દંડ ફટકાર્યો હતો
  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા કોલેજ રોડ પર આવેલા કાર માઈકલ પુલને નવો બનાવવા માટે પાલિકા દ્વારા બીજલ ગાંધી નામના વ્યક્તિની એજન્સીને પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને ત્રણેક મહિના જેવા સમયથી આ પુલ ની કામગીરી ચાલુ છે. ત્યારે વીજ કંપનીને ફરિયાદ મળ્યા બાદ વીજ કંપનીના અધિકારીઓએ આ પુલનું કામ ચાલુ હતું ત્યારે ત્યાં અચાનક ચેકીંગ હાથ ધરતા ત્યાં વપરાતી ઈલેક્ટ્રીસિટી ડાયરેક્ટ લેવાતી હોવાનું ઝડપાયું હતું . આમ કોન્ટેક્ટ દ્વારા ચાલતી કામગીરીમાં વીજળી ડાયરેક્ટ લેવાની વાત પ્રકાશમાં આવતા વીજ કંપની એ આ કોન્ટ્રાકટર બીજલ ગાંધીને વીજ ચોરી કરવા બદલ રૂપિયા ૯૧૮૪૪.૬૪ નો દંડ ફટકારતાં આવી સરકારી કામગીરી કરતા કોન્ટ્રાકટરોમાં ફફડાટ જોવા મળ્યો હતો, જોકે કોઈ કરોડો રૂપિયાની સરકારી કામગીરીમાં વીજ ચોરી કરતા હોય તેવી ઘટના નર્મદા જિલ્લામાં કદાચ આ પહેલી હશે. પરંતુ વીજ કંપની એ પણ ફટકરેલ આ દંડ ની રકમ ઘણી ઓછી છે,  કેમકે ત્યાં થતી કામગીરી અને ત્રણ મહિનથી ચાલતી કામગીરી પરથી જોતા આ દંડ મામૂલી કર્યો હોવાની પણ લોક ચર્ચા છે. તો શું વીજ કંપની ના અધિકારીઓ એ પણ આ કેશ માં કઈક રાંધ્યું હશે..?

(10:11 PM IST)