<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

રાજપીપળા ચિત્રકુટ સોસાયટીમાં મેડિકલ ઑફિસરના બંધ મકાનમાંથી રૂ.૧,૨૭,૫૦૦ ના સામાનની ચોરી

આ ચોરીમાં એક શખ્સને પોલીસે પકડી લીધો છે અને લગભગ એણે જ ચોરી કરી હોવાનું પોલીસનું અનુમાન છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા મેડિકલ ઓફિસરના બંધ મકાનમાંથી ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે

   મળતી માહિતી અનુસાર રાજપીપળાના કાળીયાભુત મંદિર પાસે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઇ દિનેશભાઇ રાજવાલા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના ચિત્રકૂટ સોસાયટી માં આવેલ બંધ ઘરમાં કોઇક અજાણ્યા ચોર ઇસમે ગઇ તા.૦૫/૦૬/૨૦૨૪ થી તા.૦૮/૦૬/૨૦૨૪ના દરમ્યાન કોઈ અજાણ્યા ચોર એ તેમના ઘરનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી બે તિજોરીમાં મુકેલ અલગ અલગ દરની ચલણી નોટો રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- તથા સોના ચાંદીના ઘરેણા કી.રૂ.૧,૧૭,૫૦૦/ મળી કુલ ૧,૨૭,૫૦૦/-ની કોઇ ચોરી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ ચાલુ કરી છે.
    આ મુદ્દે ડીવાયએસપી અને ઇન્ચાર્જ ટાઉન પીઆઈ કૃણાલ પરમાર એ જણાવ્યું કે એક બરોડા ના શિકલીગર ને પકડ્યો છે અને સીસીટીવી સહિતની પ્રાથમિક તપાસ પરથી લગભગ આ વ્યક્તિ એ જ ચોરી કરી હોવાનું જણાય છે છતાં હજુ ફાઇનલ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે.

(10:12 PM IST)