હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
પ્રમાણિકતા : રાજપીપળા વડીયા જકાતનાકા પાસેથી મળેલો મોબાઈલ ટીઆરબી જવાને માલિકને પરત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં પોલીસ વિભાગ માં પ્રમાણિકતા ના અનેક દાખલ જોવા મળ્યા છે અને ખાસ કરીને અતિશય ગરમીમાં પણ માર્ગ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાનો અનેકવાર લોકસેવા સહિતના સેવાના કાર્યો કર્યાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક કિસ્સો જોવા મળ્યો હતો
રાજપીપળાના વડીયા જકાતનાકા પાસે એક આશા વર્કર બહેન કે જેઓ કેવડીયા તરફ જતા હતા ત્યારે રોડ ઉપરથી એક મોબાઈલ તેમને મળી આવતા ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન વિષ્ણુભાઈ વસાવા નો તેમણે સંપર્ક કર્યો અને મળેલો મોબાઈલ તેમણે વિષ્ણુભાઈ વસાવાને આપતા મોબાઈલના અસલ માલિકને શોધીને આ જવાને મોબાઈલ ના માલિક રાજપીપળામાં રહેતા બિપીનભાઈ વસાવાને પરત આપી પ્રમાણિકતાનું એક ઉદાહરણ પાર પાડ્યું હતું.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
