<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

24 થી 48 કલાકની અંદર ગુજરાતમા ચોમાસાની એન્ટ્રી : 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે

રાજકોટ તા.૧૦ : હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે.

ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે.

(3:54 PM IST)