તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 10th June 2024
૧૩મીએ ગુજરાતભરમાં અદાણીના CNG પંપ બંધ
યોગ્ય કમિશન આપવામાં ન આવતુ હોય ડિલર્સ એસોસીએશન દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ તા. ૧૦ : ગુજરાતમાં તા. ૧૩ જૂને સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમ કે યોગ્ય કમિશન ન મળતા ૧૩ તારીખે સમગ્ર ગુજરાતમાં સીએનજી પંપ બંધ રહેશે રાખવામાં આવ્યો છે. ખાલી ઈમરન્સી વાહનોને જ સીએનજી પુરી પાડવામાં આવશે.
૧૩ તારીખે અદાણી સીએનજી પંપ સમગ્ર ગુજરાતમાં બંધ રાખવામનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડિલરો યોગ્ય કમિશન ન મળતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાલી ઈમરન્સી સેવા જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ ગાડીઓને ખાલી ગેસ ભરી આપવામાં આવશે. પણ સામાન્ય જનતાને સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની અસર સામાન્ય જનતાને થવાનો વારો આવવાનો છે. ખાસ કરીને જે લોકો પોતાનો વાહન સીએનજી છે. તેમને ભોગવવાનો વારો આવશે. ગુજરાતમાં ખાસ કરીને એમટીએસની મોટા ભાગની બસો પણ સીએનજી ઉપર નિર્ભર છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
