<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

૫ વિધાનસભા પેટા ચૂંટણીના વિજેતા મંગળવારે ધારાસભ્ય પદના શપથ લેશે

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતીઃમાણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા, ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી : ભાજપે જીત મેળવી છે

ગાંધીનગર, તા.૧૦

લોકસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ત્યારે આ પાંચેય ચુટાયેલા સભ્યો આવતીકાલે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે.જણાવી દઈએ કે, આ પાંચ ચુટાયેલા સભ્યો માથી ચાર કોંગ્રેસ માથી રાજીનામુ આપીને આવ્યા છે.

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ૧,૧૬,૮૦૮ મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩  મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત ૧૬,૩૫૫ મત મળ્યાં હતા.

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો ૫૬,૨૨૮ મતોથી વિજય થયો છે. સીજે ચાવડાને ૧,૦૦,૬૪૧ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને ૪૪,૪૧૩ મત મળ્યા છે.

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ૮૨,૧૦૮ મતોથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૭,૪૪૬ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને ૪૫.૩૩૮ મત મળ્યાં છે.

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો ૩૧,૦૧૬ મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને ૫૧,૦૦૧ મત મળ્યા છે.

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો ૩૮,૩૨૮ મતોથી વિજય થયો છે.

ચિરાગ પટેલને ૮૮,૪૫૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને ૫૦,૧૨૯ મત મળ્યાં છે. મહત્વનું છે કે, આ તમામ વિજેતા ઉમેદવારો આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદના સોગંદ લેશે હજુ સુધી સત્તાવાર સમયની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ મહદ અંશે ૧૨:૩૯ મિનિટે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

(7:39 PM IST)