<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે?

ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલઃદેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાના નામ ચર્ચામાં

ગાંધીનગર, તા.૧૦

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થઈ છે. સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવસારી બેઠક પર ૨૦૦૯થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સીઆર પાટીલ ૩૫ વર્ષની રાજકીય સફરમાં પહેલીવખત મંત્રી બન્યા છે. અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા કામો સંભાળતા હતા, પરંતું હવે તેઓ દિલ્હી પહોંચ્યા છે. જોકે, સીઆર પાટીલના મંત્રીપદથી ભાજપના પ્રદેશ પ્રમુખની ખુરશી ખાલી થઈ જશે. સી.આર. પાટીલને કેન્દ્રીય કૅબિનેટમાં મંત્રીપદ મળતાં હવે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષપદે કોણ રહેશે તે અંગે ચર્ચા શરૃ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.  હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. કાર્યકરોમાં સીઆર પાટીલની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. સંગઠનમાં નિર્ણયો લેવામાં તેઓ માહેર ગણાય છે. સી આર પટેલની છાપ ભાજપના એક સમર્પિત નેતા અને કાર્યકર્તાના સ્વરૃપમાં છે અને છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પાટીલના મંત્રી બનતા જ હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે કે, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ. સાથે જ ગુજરાત ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થશે તેવી કાનાફૂસી શરૃ થઈ છે. જો સી.આર. પાટીલને સ્થાને નવા અધ્યક્ષ બનાવાય તો ભાજપના ગુજરાત સંગઠનમાં પણ મોટાપાયે ફેરફારો થશે તેવુ જાણકારોનું કહેવું છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય ૬ જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.

ગુજરાતના દરેક ઝોનમાંથી મંત્રી

દક્ષિણ ગુજરાતથી સી.આર. પાટીલ

પાટીદાર ચહેરા તરીકે મનસુખ માંડવિયા

મધ્ય ગુજરાતથી અમિત શાહ

સૌરાષ્ટ્રથી મહિલા પ્રતિનિધિ તરીકે નીમુબહેન બાંભણિયા

આમ, આ રીતે સંતુલન સાધવામાં આવ્યું છે

હવે મુદ્દાનો સવાલ એ છે કે, પાટીલ મંત્રી બનતા જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે. હાઈકમાન્ડ કોને પ્રમુખપદ સોંપશે. તો બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે પણ જે.પી.નડ્ડાને કૅબિનેટ મંત્રી બનાવાયા હોવાથી અધ્યક્ષ બદલાશે તેવી ચર્ચા શરૃ થઈ છે. એક થિયરી એવ છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે. એવી પણ એક થિયરી છે કે, ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ વધુ મજબૂત બની હોય તેમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે.

(7:39 PM IST)