<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

સુરતના ઉમરપાડા કબ્રસ્તાનમાંથી 2 યુવકોના મૃતદેહ એક જ કબરમાં દાટેલી હાલતમાં મળ્યા

સ્થાનિકોને શંકા જતા ઉમરપાડા પોલીસને જાણ કરાઈ:ત્રણ ફૂટના એક જ ખાડામાં બે યુવક દાટવામાં આવ્યા: મૃતદેહ બહાર કાઢ્યા :મૃત યુવકોના ગળાના ભાગે વાગેલાના ચિન્હો

સુરત જિલ્લાના ઉમરપાડા કબ્રસ્તાનમાંથી 2 યુવકોના મૃતદેહ એક જ કબરમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. સ્થાનિકોને શંકા જતા ઉમરપાડા પોલીસને જાણ કરાઈ હતી. ત્રણ ફૂટના એક જ ખાડામાં બે યુવક દાટવામાં આવ્યા હતા. પોલીસે કબ્રસ્તાનમાં જઈને, દફનાવેલા બન્ને મૃતદેહ બહાર કાઢીને પ્રાથમિક તપાસ કરતા મૃત યુવકોના ગળાના ભાગે વાગેલાના ચિન્હો જણાઈ આવ્યા છે. મૃતક બન્ને મુસ્લિમ સમાજના હોવાનુ સામે આવ્યું છે. ઉમરપાડા પોલીસે, યુવકોની ઓળખ તેમજ મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરીને એફએસએલની મદદ પણ લીધી છે.

(9:27 PM IST)