તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ગુજરાતમાં એક IAS સસ્પેન્ડ: ચાર IAS અને એક GAS અધિકારીની બદલી
સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓક સસ્પેન્ડ: એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી

અમદાવાદ : ચૂંટણી પૂર્ણ થતાં રાજ્યમાં વધુ એકવાર IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં પાંચ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. તેમજ સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, જેમની જગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપાઈ છે.
પાંચ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે અમૃતેશ કાલિદાસ ઔરંગાબાદકર તેમજ રિદ્ધેશ પી. રાવલ, સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર, સુરેન્દ્રનગરની બદલી કરવામાં આવી છે અને તેમની સેવાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે રહેશ. જયેશકુમાર બી. ઉપાધ્યાય, મહેશ એસ. જાની અને બી.સી.પરમારની બદલી કરાઈ છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
