News of Tuesday, 11th June 2024
વડોદરાના ચકચારી હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી રદ્દ કરવા રાજ્ય સરકારની અરજી
24 જૂને ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી:કેસમાં કુલ 18 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ

વડોદરાના ચચારી હરણી બોટકાંડના આરોપીઓની મુશ્કેલી વધી ગઈ છે. આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે હવે સરકારે આરોપીઓની જામીન અરજીના વિરોધમાં અરજી કરી છે.
મળતી માહિતી મુજબ, હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી સામે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગુજરાત સરકારે હરણી બોટકાંડના 10 આરોપીઓની અરજી રદ્દ કરવા માટે અરજી કરી છે. સરકારની અરજી પર આગામી 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના હરણી બોટકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. અને આ કેસમાં કુલ 18 આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી 10 આરોપીઓએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
