તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
રાજપીપળા શહેરના માથે મંડરાતું જોખમ..? : ૫૦ જેવા જર્જરિત મકાનો આવનારા ચોમાસા માં જોખમી હોવા છતાં પાલિકા તંત્ર નિષ્ક્રિય
લક્ષ્મીનારાયણ મંદિર ચાલ વાળાને નોટિસ આપવા છતાં કોઈએ ગંભીરતાથી લીધી નથી તો શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઇ છે..?!!:પાલિકાના કોર્પોરેટર એક વર્ષ પહેલાં તેમના વોર્ડમાં આવતા જર્જરિત મકાન બાબતે લેખિત જાણ કરી હોવા છતાં પાલિકાએ કોઈજ પગલાં લીધા નથી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: રાજવી નગરી તરીકે ઓળખાતા રાજપીપળા શહેરમાંથી આમ તો ઐતિહાસિક ઇમારતો નષ્ટ થતી જોવા મળે છે પરંતુ શહેરમાં જૂના અને જર્જરિત મકાનોની સંખ્યા વધતી જણાય છે જે ખરેખર જોખમી છે છતાં તંત્રએ હજુ કોઈને મકાન ઉતારવા નોટિસ આપી નથી, વિકાસના નવા કામો કરી પોતાનો વિકાસ કરતા તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોને આમ જનતાનું જોખમ જણાતું નથી જોવા જઈએ તો દરબાર રોડ, લાલ ટાવર માલીવાડ સહિતના ઘણા વિસ્તારો માં જર્જરિત મકાનો છે લગભગ ૫૦ જેવા જર્જરિત મકાનો શહેર માં જોખમી હોવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી તો શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઇ રહી છે.?
બીજી તરફ હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક આવતા લક્ષ્મી નારાયણ મંદિરના રહીશોને તો નોટિસ આપી હોવા છતાં કોઈજ ગંભીરતા નથી જેના કારણે આસપાસ રહેતા લોકોના માથે જોખમ મંડરાઈ રહ્યું છે. એક તરફ પાલિકા તંત્ર એ કોઈને નોટિસ આપી નથી તેવામાં આવનારા ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ગણાશે તેવા સવાલો પણ ઉઠ્યા છે જ્યારે બીજી બાજુ હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તકના લક્ષ્મી નારાયણ મંદિરના રહીશો ને નોટિસ આપી છે છતાં કોઈ ને કંઈ પડી નથી કેમ કે ત્યાં રહેતા મોટાભાગના લોકો વર્ષોથી અન્ય જગ્યા એ રહે છે પરંતુ મકાન ખાલી કરતા નથી, મામલતદાર હસ્તક આવતા હિન્દુ દેવસ્થાન કમિટી કે તેના કોઈપણ સભ્યને આ મકાન નજર આવતું નથી..? કે માત્ર હોદ્દા લઈ ને બેઠેલા છે
વોર્ડ નંબર 5 ના પાલિકા સદસ્ય પ્રજ્ઞેશ રામી ના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં તેમણે તેમના વોર્ડ માં આવતા એક જર્જરિત મકાન ઉતારવા પાલિકા ને લેખિત જાણ કરી હોવા છતાં આજદિન સુધી કોઈજ કામગીરી કરાઇ નથી, જો પાલિકા તંત્ર પોતાના સદસ્ય ની વાત ગણકારતી ન હોય તો આમ જનતા નું તો જે થવાનું એ થાય તેવું જ સમજવું રહ્યું
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
