તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ત્રણ IAS ઓફિસરોને અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ, કમિશ્નરપદે નિયુક્તિ
એક આઈએએસ ઓફિસરને રાજકોટમાં રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ અને ગેસ કેડરના એક અધિકારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી (ઓએસડી) તરીકે નિમણૂક

ગાંધીનગર : રાજ્ય સરકારે 3 આઈએએસ ઓફિસરોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પદે, એક આઈએએસ ઓફિસરને રાજકોટમાં રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ અને ગેસ કેડરના એક અધિકારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી (ઓએસડી) તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.
જે મુજબ (1) પ્રતિનિયુક્તિ પરથી સ્ટેટ કેડરમાં પરત ફરેલા 2012 બેચના આઈએએસ ઓફિસર અમૃતેશ ઔરંગાબાદકરને અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. (2) 2019ની સિલેકશન ગ્રેડના સુરેન્દ્રનગરના અધિક કલેકટર રિદ્ધેશ રાવલને અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે (3) 2019 બેચના સિલેકશન ગ્રેડના દાહોદના અધિક કલેક્ટર જયેશકુમાર ઉપાધ્યાયને અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે (4) 2019 બેચના જ સિલેક્શન ગ્રેડના મહેશ એસ. જાનીને બનાસકાંઠા-પાલનપુરના અધિક કલેક્ટર પદેથી રાજકોટમાં રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસના પદે ઉપરાંત (5) ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના પી.સી. પરમારને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી (OSD)ના પદે નિમવામાં આવ્યા છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
