તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
પેટા ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 5 ધારાસભ્યોએ આજે શપથ લીધા
સીજે ચાવડા, અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્ર સિંહે શપથ ગ્રહણ કર્યા :

ગાંધીનગર : આજે 11 વાગ્યે વિધાનસબામાં પેટા ચૂંટણી જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા છે. આ પાંચય બેઠકોમાં ભાજપના ધારાસભ્યોનો વિજય થયો છે. આ પાંચ બોઠકો પોરબંદર, વિજાપુર, માણવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યોએ 11 વાગ્યે શપથ લીધા હતા.
જે પાંચ ધારાસભ્યોએ શપથ લીધા છે. તેમના નામ છે. સીજે ચાવડા, અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્ર સિંહે આજે વિધાન સભામાં 11 વાગ્યા શપથ લીધા ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ , ત્રુષિકેશન પટેલ, હર્ષ સંઘવી, નાણાનંત્રી કનુભાઈ દેસાઈ દિગ્ગજ નેતાઓ હાજર હતા. અને પ નવા વિધાનસભામાં ચૂટેલા નેતાઓને શંકરસિંહ ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
