તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગુજરાત માહિતી વિભાગ વર્ગ-૩ મંડળના નવા સુકાનીઓની વરણી
પ્રમુખ તરીકે કિરીટ બેન્કર : મહામંત્રી જે.એલ.ચૌધરી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧ : ગુજરાત રાજય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની સામાન્ય સભામાં ર૦ર૪-ર૫ના વર્ષ માટે શ્રી કિરીટ બેન્કરની પ્રમુખ તરીકે અને શ્રી જે.એલ.ચૌધરીની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ર૦૨૪-૨૫ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સર્વશ્રી શ્રીમતી ફોરમ અમિત રાઠોડ, શ્રી વિપુલ ચૌહાણ અને સી.એમ.વાઘેલા સહમંત્રી તરીકે શ્રી પ્રવિણ બારોટ, ખજાનચી તરીકે શ્રી દિપક જાદવની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે સર્વશ્રી શ્રી પી.એચ.ચૌધરી (વડી કચેરી), શ્રી રજાક ડેલા (સૌરાષ્ટ્ર ઝોન), શ્રી વિશાલ કડિયા (મધ્ય ઝોન), શ્રી નરેશ પટેલ (દક્ષિણ ઝોન) અને શ્રી ઉમંગ બારોટ (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.
કારોબારી સભ્યોમાં સર્વશ્રી શ્રી અક્ષય દેસાઇ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન સોની, શ્રી મહેશપટેલ, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી સંજય રાજયગુરૂ, શ્રી પ્રિયજીત રાજપુત, શ્રી જયંતસોજીત્રા, શ્રી ઉમંગ ચૌધરી, શ્રી ધવલ શાહ, શ્રીમતી ચૈતાલી પટેલ, શ્રી સંદીપ જોષી,શ્રીમતી દિપીકા મકવાણા, શ્રી હર્ષદ પરમાર, શ્રી હર્ષદ રૂપાપરા, અને શ્રી રૂચા રાવલની વરણી કરવામાં આવી છે
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
