<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમિતભાઇના સુકાન હેઠળ સહકારી ક્ષેત્રના સુધારાને નવી ગતિ મળશેઃ જયોતિન્‍દ્ર મહેતા

રાજકોટ,તા. ૧૧:અમિતભાઈ શાહને મોદી ૩.૦ શાસનમાં ફરી ગૃહ અને સહકાર ખાતાંનો ભાર સોંપવામાં આવ્‍યો છે. આ સમાચારથી સહકારી ક્ષેત્રમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રવર્તી છે.

અમિતભાઈ શાહ સહકારી ક્ષેત્રના અનુભવી કાર્યકર્તા હોવાને કારણે સહકારી ક્ષેત્રની સમસ્‍યાઓથી વાકેફ હતા એટલે તેમણે સહકારી ક્ષેત્રમાં સુધારા કરવા પર ભાર મૂક્‍યો અને વરિષ્ઠ સહકારી નેતા સુરેશ પ્રભુના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રમાં સુધારા લાગુ કરવા માટે ઉચ્‍ચ સ્‍તરીય સમિતિની રચના કરી અને સહકારી ક્ષેત્રમાં સુધારાનો વાયરો વાયો.

સહકારી ક્ષેત્રને સ્‍વાવલંબન અને સ્‍વ-વિકાસની નવી રાહ મળી રહેશે.તેમ સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય અગ્રણી અને નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાઈનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (NUCFDC)ના ચેરમેન જયોતીન્‍દ્રભાઈ મહેતાએ અમિતભાઈ શાહની ફેર-વરણીને આવકારતાં જણાવ્‍યું છે. પૂર્વ કાર્યકાળમાં સહકારી ક્ષેત્રને જે પોતાપણું અને વિશ્વાસની ભાવના આપી હતી, તેના થકી સહકારી ક્ષેત્રને તેમના પ્રત્‍યે અપેક્ષા બની છે કે તેઓ આ ક્ષેત્રને ઊંચું લાવી નવી ગતિ પ્રદાન કરવામાં કસર છોડશે નહીં. સહકારી ક્ષેત્રના સુધારાને નવી ગતિ સાંપડશે. સમગ્ર સહકારી ક્ષેત્રની શુભકામનાઓ અમિતભાઈ સાથે છે.તેમ શ્રી મહેતાએ જણાવ્‍યું છે.

(4:50 PM IST)