તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
તમામ લોકસભા મતક્ષેત્રોમાં ગેનીબેનની જીતને
વધાવાશે : પ્રથમ સન્માન ગુરૂવારે પ્રદેશમાં બનાસકાંઠાના વિજયથી રાજ્યવ્યાપી માહોલ બનાવવાનો હેતુ ગેનીબેન ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે અને સંભવત ૧૮મીએ સાંસદ તરીકે શપથ લેશે

રાજકોટ તા. ૧૧ : ગુજરાતમાં લોકસભાની એકમાત્ર બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રદેશ કક્ષાએ સન્માનવા તા. ૧૩મીએ બપોરે ૨ વાગ્યે પ્રદેશ કાર્યાલય ખાતે સમારંભ રાખવામાં આવેલ છે. કોંગ્રેસ વતી લોકસભાની ચૂંટણી લડેલા તમામ ૨૩ ઉમેદવારોને તેડાવવામાં આવ્યા છે. અસરકારક લડત આપવા બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવશે. આવતા દિવસોમાં તમામ લોકસભા વિસ્તારોમાં ગેનીબેનના સન્માનનું આયોજન થઇ રહ્યાના નિર્દેષ છે. બનાસકાંઠામાં કોંગ્રેસની જીત પ્રદેશ કોંગ્રેસમાં નવુ જોમ લાવનારી બની રહી છે.
ગેનીબેન ટુંક સમયમાં વાવના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે અને સંસદસભ્ય તરીકે સંભવત તા. ૧૮મીએ શપથ લેશે. ગુરૂવારના કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહેશે. ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોની હાજરીમાં કોંગ્રેસની ભાવિ રણનીતિ અંગે ચર્ચા થશે
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
