તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Tuesday, 11th June 2024
નકલી કિન્નર બાદ હવે નકલી નાગાબાવાઃ ભ્રમમાં નાખવાની ગુનેગારોની નવી પેટર્નનો પર્દાફાશ
પિતા-પુત્ર અને સાળા-બનેવીની ગેંગ લોકોને શ્રધ્ધા છે તેવા વેશ ધારણ કરી જાદુ દેખાડવાના નામે શીશામાં ઉતારતી ગેંગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા તથા પીએસઆઈ પી.એમ. ધાકડા ટીમે ઝડપી લીધી Cp, જોઇન્ટ સીપી, ડીસીપી અને એસીપી ક્રાઇમનાં માર્ગદર્શનમાં સફળતા, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સીપીનાં સંકલન ગુનેગારોની નવી પદ્ધતિ અંગે એક બીજાને વાકેફ રાખે છે

રાજકોટ, તા.,૧૧: ટેકનોલોજીના આવિષ્કારનાં પગલે પગલે ગુન્હાખોરીની દુનિયા એવી અંધારી આલમમાં ગુન્હાઓ કરવાની નવી નવી પેટર્ન અમલમાં આવી રહી છે, બીજી તરફ પોલીસ પણ આ મામલે જાગળત રહે તેવા પ્રયાસો મહા નગરના ચારે પોલીસ કમિશનર જેમ કે જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, નરસિંહમાં કોમાર, અનુપમસિંહ ગેહલોત અને બ્રજેશ ઝા એક બીજા સાથે સંકલન રાખી કરી રહ્યા છે, અને સ્ટાફને પણ એ દિશામાં વર્ક આઉટ કરવા જાગળત રાખવાના સુંદર પરીણામ આવ્યા છે, સુરતમાં સીપીનાં માર્ગદર્શનમાં નકલી કિન્નર વેશે દારૂની ડિલિવરી કરનાર ગેંગ pcb પીઆઇ આર.એસ. સુવેરાં ટીમ દ્વારા ઝડપી લીધા બાદ વડોદરા સીપી,જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી.જાડેજા ટીમના પીએસઆઈ પી.એમ. ધાકડા ટીમ દ્વારા નાગાબાવા સ્વરૂપે રિક્ષામાં પુત્ર અને સાળા સાથે ભીખ માંગવાનાં બહાને રૂપિયા ગુમ કરવાની ચાલ દ્વારા છેતરપીંડી કરતી ગેંગ વડોદરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજાનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર પી.એમ.ધાખડા તથા ટિમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદારથી મળેલ માહીતી આધારે સનફાર્મા રોડ સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમા પાર્ક કરેલ એક ઓટોરીક્ષામાં બેસેલ ઇસમ નામે સુરમનાથ ધમાનાથ મદારી રહે. સનફાર્મા રોડ પટેલ ફાર્મની બાજુમાં ખુલ્લામાં વડોદરા મુળ ગામ ખડાળ તા.કઠલાલ જી.ખેડાને શોધી કાઢેલ. સદર ઇસમની ઝડતી તપાસ દરમ્યાન તેની પાસેથી રોકડા રૂ.૧૦,૦૦૦/- ની ચલણી નોટો મળી આવેલ. આ ઇસમની માહીતી આધારે પુછપરછ કરી તપાસ કરવામાં આવતાં સદર પકડાયેલ આરોપી ઇસમે તેના પુત્ર તથા તેનો સાળો સાથે સદર ઓટોરીક્ષામાં ભિક્ષા લેવાના બહાને નાગાબાવાના વેશમાં લોકો પાસેના દાગીના, રૂપીયા ઠગાઇ કરી મેળવવાના ઇરાદે વડોદરા શહેરમાં ફરી આજથી આશરે એક અઠવાડીયા પહેલા આ પોતાની પાસેની ઓટોરીક્ષામાં ડભોઇ રોડ સોમાતળાવ ક્રોસ રોડ પર આવેલ બેનર પિં્રન્ટીંગની દુકાનમાં જઇ નાગાબાવાના વેશમાં ભિક્ષા લેવાના બહાને જઇ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપીયા ખાઇ જઇ અદ્રશ્ય કરવાનુ જણાવતા ત્યારે દુકાનદારને આરોપી ખાલી જ પુછતો હશે તેમ માની હા પાડતા ત્યારે આરોપીએ દુકાનદાર સામે ડબ્બામાંથી કાઢેલ રૂપીયા મોંઢામાં નાંખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચુકવી કાઉન્ટરમાંના રૂપીયા સેરવી ત્યાંથી નિકળી ગયેલ અને આ ગુનો કરી મેળવેલ રૂ.૧૩,૦૦૦/- પૈકીના આ રૂ.૧૦,૦૦૦/- હોવાની હકીકત જણાવતાં આ ઇસમ પાસેથી મળેલ રૂપીયા ઠગાઇ કરી મેળવેલ રૂપીયા હોવાનુ જણાઇ આવતાં જેથી આ બાબતે ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાયેલ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બનાવ બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
