તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઈ: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જીલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતનાં અધિકારીઓને જાણ કરાઈ

અમદાવાદ : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસનાં કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી માટેનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસની આંતરિક જીલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે.
આંતરિક જીલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે. તેમજ એક રેંજ માં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપાઈ હતી. તે તમામ બદલીઓ માટેનાં અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ થયા છે. તેમજ રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જીલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતનાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
