તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને ૨૫ હજારનો દંડ ફટકાર્યો
અંગત અદાવતમાં સોશિયલ મીડિયાનો કર્યો દુરુપયોગઃપોતાની રૃમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું

અમદાવાદ, તા.૧૧
ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ ફટકારી. યુવતીએ પોતાની પૂર્વ હોસ્ટેલ રૃમમેટની તસવીર ચોરી લઈ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર તસવીર પોસ્ટ કરી. યુવતી પોતાની રૃમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું. યુવતીના આ કરતૂત પર હાઈકોર્ટે ૨૫ હજારનો દંડ ફટકાર્યો અને આ કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાની રહેશે.
આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. ઓક્ટોબર ૨૦૨૨માં યુવતીને પોતાની રૃમમેટ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. જેના કારણે તે તેની સાથે બદલો લેવા માંગતી હતી. યુવતી પોતાની રૃમમેટની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા પુરુષના નામથી એકાઉન્ટ બનાવ્યું અને હોસ્ટેલના વોશરૃમમાં લેવામાં આવેલ કેટલીક તસવીરો શેર કરી હતી. લાંબા સમય બાદ યુવતીના કથિત કરતૂતનો પર્દાફાશ થતા પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસીની ધારા ૫૦૭ અને આઈટી એક્ટની ધારા ૬૬(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ પંહોચ્યો. અત્યાર સુધી આ મામલો કોર્ટમાં છે. દરમ્યાન હાલમાં આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
