તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
એકતાનગર ટ્રાફિકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ભાન ભૂલ્યો : MLA ચૈતર વસાવાને મારી નાંખવાની ધમકી આપી
આરોપી હેડ કોન્સ્ટેબલ નશામાં ધૂત બની ચૈતર વસાવાના કાર્યાલય પર પેસાબ કરી ગાળો બોલ્યા બાદ આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા ધારાસભ્યના કાર્યાલયના સટર ઉપર પેસાબ કરી ગાળો બોલનાર હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર જગદીશભાઇ મંછીભાઇ વસાવા (રહે.થાણા ફળીયુ દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિકમાં ફરજ બજાવતા અને ડેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા પ્રદીપભાઇ અમરસીંગભાઇ વસાવાએ ધારાસભ્ય ચૈતરભાઇ દામજીભાઇ વસાવાની દેડીયાપાડા લીમડાચોક ખાતે આવેલ ઓફીસના સટર ઉપર પેસાબ કરી જગદીશભાઈ વસાવા તથા ધારાસભ્ય ચૈતરભાઇ દામજીભાઇ વસાવા નાઓનુ નામ લઇને તથા સાહેલભાઇ બાલાસાહેબ રાઠોડનાઓને ગમે તેમ બીભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આ કોન્સ્ટેબલને ડેડીયાપાડા પોલીસ મથકે લઇ જતા ત્યાં પણ બેફામ ગાળો બોલી આખું પોલીસ સ્ટેશન ગજવ્યું હતું જેના કારણે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ત્યાં દોડવું પડ્યું હતું છતાં આ કોન્સ્ટેબલ વધુ પડતાં નશા માં હોવાથી કોઈનું સંભાળતો નહિ હતો અંતે આ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
