<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

નિર્મળ ગુજરાત અંતર્ગત રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યરત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત રાજપીપળા નગર પાલિકા દ્વારા તા. ૦૧/ ૦૬/૨૪ થી તા. ૧૫/૦૬/૨૪ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધાર્મિક સ્થળો, મુખ્ય એન્ટ્રી પોઇન્ટ, બસ સ્ટેન્ડ, મુખ્ય રોડ, "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ધરી વહીવટી ચાર્જ વસુલવાની કાર્યવાહી, પ્રતિમા, બાગ બગીચા, જાહેર શૌચાલય, ઓપન પ્લોટ, કરજણ નદી પાસે આવેલ ઘાટો ની સફાઇ તેમજ હાઉસિંગ કોલોનીમાં કચરાના વર્ગીકરણ માટે ડ્રાઇવ હાથ ધરી અને વર્ગીકરણ ની સમજણ આપી,  સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ રાજપીપળા માં સ્વચ્છતાને પ્રધાન્ય અપાઈ રહ્યાની નાગરિકોમાં ચર્ચા સાથે સરાહના કરાઈ રહી છે. જેમાં RCM ટીમ ની દેખરેખ અંતર્ગત બસ સ્ટેન્ડ, મુખ્ય એન્ટ્રી પોઈન્ટ અને મુખ્ય રોડ ની સાફ-સફાઇ હાથ ધરવામાં આવી હતી.


 

(10:14 PM IST)