<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજપીપળા મોતીબાગમાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી 13 હજારના મુદ્દામાલ સાથે 6 ને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા ના મોતીબાગ વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી ત્યાં જુગાર એકતા ૬ વ્યક્તિઓને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસને મળેલી બાતમીના આધારે મોતીબાગ વિસ્તારમાં આવેલા એક મકાન માં ચાલતા જુગાર ઉપર છાપો મારતા ત્યાં જુગાર રમતા (૧) ઈર્ષાદભાઈ મયુદીન શેખ(રહે,નવાફળીયા ખાટકીવાડ રાજપીપલા (૨) અમીતભાઈ ચંદુભાઈ નાગર (રહે. મોતીબાગ રાજપીપલા) (૩) લક્ષ્મણભાઈ રણછોડ ભાઈ પટેલ(રહે,મોતીબાગ રાજપીપલા) (૪) અલ્કેશ ભાઈ દિપકભાઈ વસાવા(રહે, ખાડાફળીયા રાજપીપલા) (૫) વિરાજભાઈ અજયભાઈ તડવી,(રહે.મચ્છી માર્કેટ રાજપીપલા )તથા (૬) કલ્પેશભાઈ રાજેશભાઈ વસાવા (રહે.મચ્છી માર્કેટ રાજપીપલા) નાઓને હાર-જીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૩૯૦ તથા દાવ ઉપરના રૂ.૬૨૦ મળી કુલ રોકડ રૂપિયા ૩૦૧૦ તથા બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૩,૦૧૦ ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે..

(10:20 PM IST)