<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

નાંદોદ તાલુકામાં વાવાઝોડાથી કેળના પાકને થયેલા નુકશાન બાદ MLA ડો.દર્શનાબેનએ મુલાકાત લીધી

ખતરનાક વંટોળના કારણે ખેડૂતોના કેળને થયેલ નુકશાનનું સ્થળ નિરીક્ષણ કરી MLA એ પ્રાથમિકતા આપી વળતર અપાવવા ખાતરી આપી:લાઈટ બાબતે પણ વીજ કંપનીના અધિકારીને સ્થળ પરથી જ ટેલીફોનીક વાત કરી MLA એ અલ્ટીમેટમ આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રવિવારે આવેલા વરસાદમાં નાંદોદ તાલુકાના કેટલાક ગામો માં ખતરનાક વાવાઝોડું આવતા કેટલાય ખેડૂતોના કેળાના પાકને મોટું નુકશાન થયું હતું ત્યારબાદ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે આ ગામની મુલાકાત લઈ ખેડૂતોની વાત સાંભળી હતી
  નાંદોદ તાલુકામાં આવેલાં ટંકારી, શોઢલીયા, શહેરાવ જીયોર જેવા કેટલાક ગામોમાં રવિવારે આવેલા વરસાદ સાથે વાવાઝોડાના કારણે ખેડૂતોના લગભગ ૧૫૦૦ થી વધુ એકર માં વાવેલા કેળાના ઊભા પાકને નુકશાન થયું હતું.આ બાબતની જાણ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને થતા જ તેઓ તાબડતોબ ત્યાં પોહચી ગયા અને ખેડૂતોને સાથે રાખી ખેતર માં પડેલા કેળાના લુમની હાલત જોઈ તેઓ ખુદ ગદગદિત થઈ ગયા કેમ કે ત્યાં આવેલા ખતરનાક વંટોળના કારણે ખેતરોમાં કેળાના લુમ આખે આખે સૂતેલા નજરે પડ્યા હતા જેથી ૧૫૦૦ જેવા એકરમાં ઉભો પાક ખતમ થઈ જતાં ખેડૂતોની આખી સીઝન બરબાદ થયેલી તેમણે જોઈ ત્યારબાદ હાજર ખેડૂતોને તેમણે જણાવ્યું કે હું પ્રાથમિકતા આપી વળતર નું કામ વહેલીતકે કરાવીશ તેવી ખાતરી પણ ધારાસભ્ય એ આપી હતી.
ત્યારબાદ ખેડૂતોએ લાઈટના પ્રશ્ને રજૂઆત કરતા ધારાસભ્યએ સ્થળ પરથી જ વીજ કંપનીના અધિકારી ને ફોન કરી જણાવ્યું કે કાલે સાંજે પાંચ વાગ્યા સુધી આ તરફ તમામ રીપેરીંગ પૂર્ણ કરી વીજ પુરવઠો ચાલુ થઈ જવો જોઈએ તેવું અલ્ટીમેટમ પણ આપતા ધારાસભ્ય ની આ તાત્કાલિક કામગીરીની વાત સાંભળી હાજર ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી.
ખેડૂતો એ જણાવ્યું કે મેડમ આવ્યા અને કોઈપણ જાતની મોટાઈ વિના ખેડૂતો ની વ્યથા સાંભળી ખેડૂતો ની સામેજ તાબડતોબ કામગીરી વાળી વાત કરી એ ખરેખર અમારા માટે ખુશી ની વાત છે.

(10:20 PM IST)