તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ધો. 10 તેમજ ધો. 12 નું પરિણામ જાહેર થયા બાદ ગુણચકાણી માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવા સૂચન
અરજીઓની ચકાસણી પૂર્ણ કરી આખરી સુધારા યાદી દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મુકાઈ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 તેમજ ધો. 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. પરિણામ જાહેર થયા બાદ બોર્ડ દ્વારા ગુણચકાણી માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા આવેલ અરજીઓની ચકાસણી પૂર્ણ કરી આખરી સુધારા યાદી દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
અરજી કરેલ ઉમેદવારોએ પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા ssc.gseb.org પરથી તા. 11.6.2024 થી તા. 21.06.2024 સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીઓની વિગતો એન્ટર કરી, લોગઈન થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનાં રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓનાં પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓનાં ગુણપત્રક સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. તેમજ આ ગુણપત્રક સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ આ પ્રમાણપત્ર સબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી શાખામાં જમા કરાવવાનાં રહેશે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
